Actress in Trouble : દુબઈમાં અતરંગી કપડા પહેરીને ફરવું અભિનેત્રીને ભારે પડ્યું, પહોંચી પોલીસ અને...
અનેકવાર ઘણા સેલેબ્સ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે કારણ કે તે બોલ્ડ અને જાહેર કપડાં પહેરીને શેરીઓમાં બહાર નીકળે છે.
Urfi Javed Arrested : ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે...કદમ કદમ બઢાયે જા...લાગે છે કે આ જ મંત્ર છે જેને ગ્લેમરસ દિવા ઉર્ફી જાવેદ અનુસરે છે. એટલા માટે ઉર્ફી તેના બોલ્ડ આઉટફિટ્સને કારણે ઘણી વાર મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે, પરંતુ તેમ છતાંયે તે તેની ડ્રેસિંગ સ્ટાઈલ ક્યારેય બદલતી નથી. હવે ફરી એકવાર, ઉર્ફીએ રિવીલીંગ વસ્ત્રો પહેર્યા હોવાના કારણે સામે ચાલીને મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. એ પણ ભારત નહીં પણ વિદેશની ધરતી પર.
ઉર્ફી જાવેદ ફરી મુશ્કેલીમાં!
ઉર્ફી જાવેદને અનેકવાર ઘણા સેલેબ્સ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે કારણ કે તે બોલ્ડ અને જાહેર કપડાં પહેરીને શેરીઓમાં બહાર નીકળે છે. આટલું જ નહીં કેટલાક લોકોએ તો ઉર્ફી વિરુદ્ધ ઑફ કલરનાં કપડાં પહેરવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આ વખતે ઉર્ફી દેશની જનતા નહીં પરંતુ દુબઈ સરકારના નિશાના પર આવી છે.
સૌકોઈ જાણે છે કે ઉર્ફી છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં છે. તે તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે દુબઈ ગઈ છે. ત્યાંથી ઉર્ફી તેના બોલ્ડ અંદાજમાં વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સને સતત પોતાના વિશે અપડેટ આપી રહી છે. પરંતુ દુબઈના નિયમોના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ઉર્ફી જાવેદની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે - ઉર્ફીએ દુબઇમાં તેના ઇન્સ્ટાગ્રામ માટે સેલ્ફ મેડ આઉટફિટમાં એક વીડિયો શૂટ કર્યો હતો. દુબઈના લોકોને ઉર્ફીનો આઉટફિટ એકદમ રિવિલિંગ લાગ્યો હતો. ઉર્ફીના આઉટફિટમાં આમ તો કોઈ વાંધો નથી, પરંતુ ઉર્ફીએ ઓપન એરિયામાં તેનો વીડિયો શૂટ કર્યો હતો. દુબઈના નિયમો અનુસાર, આ પ્રકારની જગ્યાએ આવા કપડાં પહેરીને શૂટિંગ કરવાની મંજૂરી નથી. હવે પોલીસે આ અંગે ઉર્ફીની પૂછપરછ કરી છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ દુબઈ પોલીસ ઉર્ફીની પૂછપરછ કરી રહી છે. એવુ પણ શક્ય છે કે પોલીસ ભારત પરત ફરવા માટે ઉર્ફીની ટિકિટ પોસ્ટપોન પણ કરી શકે છે.
દુબઈમાં લથડી ઉર્ફીની તબિયત
ઉર્ફી જાવેદ ઘણી વાર તેના ઉઘાડા કપડાઓને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બોલ્ડ આઉટફિટ્સના કારણે તેને તેના જ દેશમાં બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. પરંતુ નીડર અને બોલ્ડ ઉર્ફી ફક્ત તે જ પહેરે છે જે તેને પસંદ છે. પરંતુ આ વખતે મામલો થોડો ગંભીર છે, કારણ કે આ વખતે દુબઈ પોલીસે ઉર્ફીના કપડાં પર બરાબરનો શિકંજો કસ્યો છે.
જેના પરથી તો એવુ જ લાગે છે કે, ઉર્ફી જાવેદને દુબઈ ખાસ માફક નથી આવ્યું. જ્યારથી તે દુબઈ ગઈ છે ત્યારથી તે એક યા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહી છે. પહેલા દુબઈ જતાની સાથે જ ઉર્ફીની તબિયત બગડી હતી. તે બીમાર થઈ ગઈ હતી. ઉર્ફી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી રહી હતી, તો બીજી તરફ દુબઈ પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે. હવે ઉર્ફીને લઈને દુબઈ પોલીસ કયા નિષ્કર્ષ પર પહોંચે છે તે જોવાનું રહેશે.