શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
એક્ટ્રેસ માલવી મલ્હોત્રાને ચાકુ મારીને ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે શોધી કાઢ્યો, પણ પકડી શકતી નથી, જાણો શું છે કારણ
મુંબઇ પોલીસે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો કરનારા હુમલાખોરને ઓળખીને શોદી કાઢ્યો છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કેમકે તે હાલ હૉસ્પીટલમાં ભરતી છે
![એક્ટ્રેસ માલવી મલ્હોત્રાને ચાકુ મારીને ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે શોધી કાઢ્યો, પણ પકડી શકતી નથી, જાણો શું છે કારણ mumbai police find actress malvi malhotra attacker એક્ટ્રેસ માલવી મલ્હોત્રાને ચાકુ મારીને ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે શોધી કાઢ્યો, પણ પકડી શકતી નથી, જાણો શું છે કારણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/28205540/Malvi-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર 26 ઓક્ટોબરની રાત્રે ચાકુથી જીવલેણ હુમલો કર્યો, તે ગંભીર હાલતમાં હૉસ્પીટલમાં ભરતી થઇ હતી, અત્યારે તેની હાલ સુધારા પર છે. આ બધાની વચ્ચે મુંબઇ પોલીસે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો કરનારા હુમલાખોરને ઓળખીને શોદી કાઢ્યો છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કેમકે તે હાલ હૉસ્પીટલમાં ભરતી છે. મુંબઇ પોલીસના એક અધિકારીએ આજે આ વાતની જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, આરોપ યોગેશ મહિપાલ સિંહ મુંબઇથી લગભગ 50 કિલોમીટર દુર પાલઘરની વસઇ સ્થિત એક હૉસ્પીટલમાં ભરતી છે. આની જાણકારી તેને મંગળવારે રાત્રે મળી. એક્ટ્રેસ અનુસાર, યોગેશે ગઇ સોમવારે રાત્રે મુંબઇના વર્સોવા વિસ્તારમાં તેના પેટ અને બન્ને હાથોમાં ચાકુના ઘા કર્યા હતા. તેને આરોપીએ આવુ શા માટે કર્યુ તેનુ કારણ પણ જણાવ્યુ હતુ, માલવી મલ્હોત્રાનુ કહેવુ છે કે આરોપી તેને લગ્નની ઓફર આપી રહ્યો હતો, જેને એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધી હતી.
હૉસ્પીટલમાં ભરતી છે આરોપી
ચાકુથી હુમલો કર્યા પછી યોગેશ ભાગી ગયો હતો, પોલીસનુ કહેવુ છે કે આરોપીની હજુ સુધી ધરપકડ નથી કરાઇ કેમકે તે હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે. પોલીસની એક ટીમ મામલા અંગે પુછપરછ માટે વસઇની હૉસ્પીટલમાં જશે, જ્યાં યોગેશ ભરતી છે.
આઇપીસીની કલમ 307 અંતર્ગત કેસ નોંધાયો
માલવીએ પોલીસને જણાવ્યુ કે તે આરોપીને છેલ્લા એક વર્ષથી ઓળખે છે, અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેની પ્રપૉઝલને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. આ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે, આઇપીસીની કલમ 307 (હત્યાની કોશિશ) સહિત જુદીજુદી કલમો અંતર્ગત એક એફઆઇઆર નોંધી લેવામાં આવી છે.
લૉકલ ગાર્ડિયને કરી એબીપી ન્યૂઝ સાથે વાત
માલવી મલ્હોત્રાના લૉકલ ગાર્ડિયન અતુલ પટેલે એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, માલવીનો હુમલાખોર ઓળખીતો છે. હુમલો કરનારો યોગેશ સિંહ વર્ષ 2019થી માલવીનો મિત્ર છે. સોશ્યલ મીડિયા પર બન્નેની મુલાકાત થઇ હતી, જોકે, યોગેશ મ્યૂઝિક વીડિયો બનાવતો હતો, એટલા માટે કામના સિલસિલામાં માલવી સાથે મુલાકાત થઇ ગઇ હતી.મુલાકાત બાદ યોગેશે માલવી મલ્હોત્રા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને માલવીએ ફગાવી દીધો હતો. થોડાક દિવસ પહેલા માલવી દુબઇમાં એક બ્રાન્ડ શૂટ માટે ગઇ હતી. દુબઇથી પરત ફર્યા બાદ આરોપીએ માલવીનો પીછો કર્યો, પરંતુ માલવીએ તેને મળવાની ના પાડી દીધી. ગઇ રાત્રે આરોપીએ માલવી પર ચાકુથી ત્રણ વાર હુમલો કરી દીધો હતો, અને ઘાયલ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion