Natasha-Varun : શું વરૂણ ધવન બનશે પિતા? પત્નીના વીડિયોએ જગાવી ચર્ચા
બોલિવુડના ફેવરિટ કપલની વાત કરીએ તો તેમાં અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલનું નામ ચોક્કસપણે સામેલ થઈ શકે. વરુણ અને નતાશાનું નામ દરરોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચાનો વિષય બને છે

Varun Dhawan-Natasha Dalal Pregnancy: બોલિવુડના ફેવરિટ કપલની વાત કરીએ તો તેમાં અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલનું નામ ચોક્કસપણે સામેલ થઈ શકે. વરુણ અને નતાશાનું નામ દરરોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચાનો વિષય બને છે. દરમિયાન હવે વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરુણ અને નતાશાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે મુંબઈમાં ડોક્ટરના ક્લિનિકની બહાર જોવા મળ્યો હતો.
. @Varun_dvn and #NatashaDalal spotted outside a clinic #VarunDhawan pic.twitter.com/xAbxjpk90e
— Rimjhim (@varsha_universe) April 8, 2023
આ વીડિયો સામે આવતા જ ચાહકો અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગાવી રહ્યાં છે. કેટલાક ચાહકો નતાશાની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.
શું વરુણ ધવન બનવા જઈ રહ્યો છે પિતા?
શનિવારે વરુણ ધવન અને નતાશા દલાલ મુંબઈમાં ડૉક્ટરના ક્લિનિકની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વરુણ અને નતાશાની તસવીરો અને વીડિયો પાપારાઝીએ ક્લિક કર્યા હતા. આ પ્રસંગનો લેટેસ્ટ વીડિયો અભિનેતાના ફેન પેજ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં વરુણ ધવન અને નતાશા ડૉક્ટરના ક્લિનિકમાંથી બહાર આવતા જોવા મળે છે. હવે ફેન્સ નતાશા અને વરુણનો આ વીડિયો જોયા બાદ દાવો કરી રહ્યા છે કે નતાશા પ્રેગ્નન્ટ છે.
નતાશા અને વરુણના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે- તમને બંનેને જલ્દી માતા-પિતા બનવા બદલ અભિનંદન. જ્યારે અન્ય એક યુઝર્સે પણ કપલને અભિનંદન આપ્યા હતાં.
વરુણ અને નતાશા તરફથી કોઈ જ જાહેરાત નહીં
જોકે, વરુણ ધવન અને નતાશા દલાલે માતા-પિતા બનવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ પહેલીવાર નથી જ્યારે વરુણ ધવન અને નતાશા દલાલનું નામ પ્રેગ્નન્સીની અફવાઓને લઈને ચર્ચાનો વિષય બન્યું હોય. આ પહેલા પણ આ કપલનું નામ પેરેન્ટ્સ બનવા માટે ચર્ચામાં આવી ચુક્યું છે. જાહેર છે કે, વર્ષ 2021માં વરુણ અને નતાશા લગ્નના બંધનમાં બંધાયા હતાં.
Allu Arjun Birthday: બેસ્ટ ડાન્સરની સાથે અદ્ભુત સિંગર પણ છે અલ્લુ અર્જુન, વાસ્તવિક જીવનમાં પણ ફાયર છે 'પુષ્પા રાજ'
Allu Arjun Unknown Facts: અલ્લુ અર્જુન તેના અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. હવે લોકો તેના 'પુષ્પા ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દક્ષિણ અભિનેતા અલ્લુ અર્જુનને તેના ચાહકો દ્વારા પ્રેમથી સ્ટાઇલિશ સ્ટાર પણ કહેવામાં આવે છે. દેખાવથી લઈને અભિનય સુધી તે સૌથી મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. અલ્લુનું સ્ટારડમ માત્ર સાઉથ પૂરતું જ સીમિત નથી, પરંતુ તેના ચાહકો દેશના ખૂણે-ખૂણે ફેલાયેલા છે. આજે સાઉથ સ્ટારના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
