શોધખોળ કરો

Drugs Case: અર્જુન રામપાલની ગર્લફ્રેંડ Gabriellaના ભાઈ Agisilaos Demetriadesની NCB એ ધરપકડ કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈની ધરપકડ કરી છે.

મુંબઈ:  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈની ધરપકડ કરી છે. Agisialos Demetriades ની શનિવારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યા બાદ મુંબઈ અને ગોવાની NCB દ્વારા ગોવામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વિટ અનુસાર, કેન્દ્રીય એજન્સીએ તેમની પાસેથી ચરસ પણ મળી આવ્યું છે. આ પહેલા પણ NCBએ ઓક્ટોબર 2020માં બોલીવૂડ ડ્રગ કેસમાં તેની ધરપકડ કરી હતી. એગિસિલોસ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે.

NCBએ ગયા વર્ષે એગિસિલોસ પાસેથી ચરસ અને આલ્પરાઝોલમની ગોળીઓ પણ જપ્ત કરી હતી. ડ્રગ પેડલર્સની ધરપકડ બાદ, ડ્રગના વ્યવહારમાં એગિસિયલોસ ડેમેટ્રીએડ્સની સંડોવણીનો મામલો સામે આવ્યો હતો. NCB એ ડ્રગ્સના કેસમાં ગયા વર્ષે એગિસિયલોસ પહેલા 22 લોકોની ધરપકડ કરી હતી.

NCB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2020 માં, Agisialos Demetriades ડ્રગ પેડલર્સ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું હતું, જેઓ તેમની પહેલા પકડાયા હતા. NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, 'પકડાયેલા Agisialos Demetriades સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે સંબંધિત બોલીવુડ ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતા. આરોપી આ કેસમાં સીધો સંડોવાયેલો હતો, તેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સે જુલાઈ 2019 માં અર્જુન રામપાલના પુત્રને જન્મ આપ્યો હતો. અગાઉ અર્જુન રામપાલે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્નથી તેમને બે પુત્રીઓ હતી, જેમના નામ માહિકા અને માયરા છે. 20 વર્ષ સાથે રહ્યા બાદ દંપતી એકબીજાથી અલગ થઈ ગયા.

એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે એ ઓપરેશનની આગેવાની કરી રહ્યા છે, જે ડ્રગ્સ પેડલર્સ અને અવૈધ પદાર્થોના સેવન અને વિતરણમાં સામેલ લોકોને નિશાન બનાવવા અને પકડવા શરુ કરવામાં આવ્યું હતું. એનસીબના નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો કે આ ત્રીજી વખત છે જેમાં તપાસ એજન્સીઓએ  Agisialos Demetriades સામે કાર્યવાહી કરી રહી છે. આ પહેલા સુશાંત સિંહ રાજપૂત મામલે પણ તેનું નામ સામે આવ્યું હતું.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget