શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ડ્રગ્સ કેસઃ હવે ટીવી કલાકારોના નામ આવ્યા સામે, આ બે એક્ટર સાથે NCB કરી રહી છે પુછપરછ
ટીવી કલાકારોના નામ પણ ડ્રગ્સ મામલાની તપાસમાં બહાર આવવા લાગ્યા છે. મુંબઇ એનસીબીની ટીમે આજે બે ટીવી કલાકારોને પુછપરછ એનસીબી ઓફિસ બોલાવ્યા છે. આમાં અબિગેલ પાંડે અને સનમ જોહર છે
![ડ્રગ્સ કેસઃ હવે ટીવી કલાકારોના નામ આવ્યા સામે, આ બે એક્ટર સાથે NCB કરી રહી છે પુછપરછ ncb investigation: tv actors name have involving in drugs case ડ્રગ્સ કેસઃ હવે ટીવી કલાકારોના નામ આવ્યા સામે, આ બે એક્ટર સાથે NCB કરી રહી છે પુછપરછ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/23224022/Shushant-singh-101.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડની મોટી હસ્તીઓ બાદ હવે ટીવી કલાકારોના નામ પણ ડ્રગ્સ મામલાની તપાસમાં બહાર આવવા લાગ્યા છે. મુંબઇ એનસીબીની ટીમે આજે બે ટીવી કલાકારોને પુછપરછ એનસીબી ઓફિસ બોલાવ્યા છે. આમાં અબિગેલ પાંડે અને સનમ જોહર છે. ડ્રગ્સ પેડલર કેજે ઉર્ફ કરમજીત અને સંકેતની પુછપરછમાં અબિગેલ પાંડે અને સનમનુ નામ બહાર આવ્યુ છે. કેજે કેટલાય ટીવી સ્ટાર અને બૉલીવુડ સ્ટારને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, આવુ એનસીબીને તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે.
આના નિવેદનોના આ આધાર પર આજે પહેલા સવારે મુંબઇ એનસીબીએ તેમના ઘરે દરોડા પાડ્યા અને પછી તેમને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. બન્ને સાથે પુછપરછ ચાલુ છે. આમનુ નામ કેસ નંબર 16/20માં સામે આવ્યુ છે, જેમાં તમામ ડ્રગ્સ પેડલર અત્યાર સુધી પકડાઇ ચૂક્યા છે. મુંબઇ એનસીબી ઝૉનના ઓફિસર સમીર વાનખેડે અને તેમની ટીમ એનસીબી હેડક્વાર્ટર મુંબઇમાં તેમની સાથે પુછપરછ કરી રહી છે.
વળી, બીજી બાજુ ગેટવે ઓફ ઇન્ડિયાની પાસે એનસીબી ગેસ્ટ હાઉસમાં એનસીબીના ડેપ્યૂટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રા અને તેમની ટીમ તપાસમાં લાગી ગઇ છે. જયા સાહ, સુશાંતની પૂર્વ ટેલેન્ટ મેનેજરની કેટલાય સ્ટાર સાથે ડ્રગ્સ ચેટ સામે આવી ચૂકી છે. રિયા ચક્રવર્તીની સાથે, શ્રદ્ધા કપૂરનાી સાથે સીબીડી ઓયલ અને નમ્રતા શિરોડકરની સાથે એમડીની ચેટ સામે આવી ચૂકી છે.
એટલુ જ નહીં જયા સાહાની ચેટ ફિલ્મમેકર મધુ માંટેનાની સાથે પણ 22 જૂન 2020ની એક ડ્રગ ચેટ છે. એટલે જયા સાહા, મધુ અને ક્વાનના સીઇઓ ધ્રૂવ સાથે આજ પુછપરછ ચાલી રહી છે. ધ્રુવનુ અત્યાર સુધી કોઇ ડાયરેક્ટ કનેક્શન સામે નથી આવ્યુ, પણ કંપનીના રુલ્સ, એથિક્સ, મેનેજમન્ટ વિશે તેની સાથે પુછપરછ ચાલી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)