શોધખોળ કરો
Advertisement
અજય દેવગનની 'Tanhaji' વિવાદોમાં ફસાઇ, ધારાસભ્યએ ટ્વીટર પર આપી ખુલ્લી ધમકી
ફિલ્મ 'તાન્હાજી'નુ ટ્રેલર રિલીઝ થતાંજ એનસીપી નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે વિરોધ કરવાનુ શરૂ કર્યુ, તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'તાન્હાજી' રિલીઝ પહેલા જ વિવાદોમા ફંસાઇ ગઇ છે. ફિલ્મમાં અજય દેવગન અને સૈફ અલી ખાનનો રૉલ ખુબજ શાનદાર છે, ફિલ્મનુ ટ્રેલર હાલમાં જ 19 નવેમ્બરે રિલીઝ થયુ છે. લોકોને ફિલ્મનુ ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે, પણ એનસીપી ધારાસભ્યને પસંદ નથી આવ્યુ. તેમને ટ્વીટર પર ફિલ્મ મેકરને ખુલ્લી ધમકી આપી દીધી છે.
બન્યુ એવુ કે ફિલ્મ 'તાન્હાજી'નુ ટ્રેલર રિલીઝ થતાંજ એનસીપી નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે વિરોધ કરવાનુ શરૂ કર્યુ, તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
જિતેન્દ્ર આવ્હાડેએ ટ્વીટ 'ઓમ રાઉતે તમારી તાન્હાજી ફિલ્મનુ ટ્રેલર જોયુ, કેટલીક ખોટી વસ્તુઓમાં તમે જલ્દીથી ફેરફાર કરો. આ વસ્તુઓમાં તમે તમારા વિચારો પ્રમાણે ખોટી રીતે બતાવી છે, નહીં તો મને આને મારી રીતે જોવી પડશે. જો આને ખતરો માનતા હોય તો એમ જ સમજજો.'
માનવામાં આવે છે કે જો આ ધમકી આંદોલનનો ઇશારો હોઇ શકે છે, જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કેટલીય ફિલ્મો પર ઇતિહાસને ખોટો દર્શાવવાનો આરોપ લાગી ચૂક્યો છે.ओम राऊत तुमच्या तान्हाजी चित्रपटाचा ट्रेलर पाहिला , त्यामध्ये काही प्रसंगात तुम्ही ज्या अनैतिहासिक आणि चुकीच्या गोष्टी घुसडल्या आहेत त्यामध्ये लवकरात लवकर बदल करा अन्यथा यामध्ये मला माझ्या पद्धतीने लक्ष घालावे लागेल. याला धमकी समजली तरी चालेल.#TanhajiTrailer @omraut
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion