શોધખોળ કરો

Nitin desai suicide: નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં 5 લોકો પર કેસ દાખલ, પત્નીએ પોલીસને આપી આ મહત્વની જાણકારી

આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં મોટું અપડેટ આવ્યું છે. આ મામલે ખાલાપુર પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે.

Nitin Desai Death Update: આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં મોટું અપડેટ આવ્યું છે. આ મામલે ખાલાપુર પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે નીતિન દેસાઈના પત્ની નેહા દેસાઈની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

નેહાએ પોલીસને જણાવ્યું હતું કે નીતિન દેસાઈએ ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ દ્વારા દેવાની વસૂલાત અંગે માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી હતી. નેહાની ફરિયાદના આધારે પોલીસે ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસના અધિકારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ IPCની કલમ 306 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.ખાલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આપઘાત ક્યારે કર્યો ?

2 ઓગસ્ટના રોજ સવારે 4:30 વાગ્યે અચાનક સમાચાર આવ્યા કે  ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ તેમના જ સ્ટુડિયો એનડી ફિલ્મ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નીતિન દેસાઈની આત્મહત્યાના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને આંચકો આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન આર્થિક રીતે પરેશાન હતા જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું.

પોલીસને નીતિનના ફિલ્મ સ્ટુડિયોમાંથી રેકોર્ડિંગ સુસાઇડ નોટ એટલે કે કેટલીક ક્લિપ્સ પણ જોડવામાં આવી છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નીતિનની આત્મહત્યાનું કારણ ક્લિપમાં મળી શકે છે. રેકોર્ડિંગમાં નીતિન દેસાઈએ તેમનો એનડી સ્ટુડિયો તેમની પાસેથી છીનવી ન લેવાનો પણ ઉલ્લેખ કર્યો છે, એમ ઈટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેમના અંતિમ સંસ્કાર સ્ટુડિયો નંબર 10માં કરવામાં આવે.

નીતિન દેસાઈએ કેટલીય ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મોમાં હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, લગાન, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયોનો સમાવેશ થાય છે. નીતિનને ચાર વખત સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. એટલુ જ નહીં હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે તેને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

બે દિવસ પછી અંતિમ સંસ્કાર

નીતિન દેસાઈએ 2 ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી, ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ થયું હતું કે આર્ટ ડિરેક્ટરે ફાંસી લગાવી લીધી છે. હવે આજે એટલે કે 4 ઓગસ્ટે તેમના ફિલ્મ સ્ટુડિયોમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં આમિર ખાન, આશુતોષ ગોવિરકર અને તમામ સેલેબ્સ સામેલ થયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Embed widget