શોધખોળ કરો

Oscar Nominations 2023 List માં ભારતની આ ફિલ્મો અને ડૉક્યૂમેન્ટ્રીને મળી શકે છે સ્થાન, જાણો

એકેડેમી એવોર્ડ્સ 2023 નોમિનેશન્સ આ વર્ષ ભારતીયો માટે ખૂબ જ ખાસ બનવાના છે. આ વર્ષે દેશમાંથી આ માટે એક નહીં પરંતુ ચાર દાવેદાર છે.

Oscar Nominations 2023 List: એકેડેમી એવોર્ડ્સ 2023 નોમિનેશન્સ આ વર્ષ ભારતીયો માટે ખૂબ જ ખાસ બનવાના છે. આ વર્ષે દેશમાંથી આ માટે એક નહીં પરંતુ ચાર દાવેદાર છે. ઓસ્કાર માટે અંતિમ નોમિનેશન લિસ્ટ 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે અને ભારતને તેનાથી ઘણી આશાઓ છે. રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સ આ વર્ષે 2023 ઓસ્કાર નોમિનેશન હોસ્ટ કરશે.

આવો આજે અમે તમને ભારતના મજબૂત દાવેદારો સાથે સંબંધિત માહિતી આપીએ.

ઓસ્કાર 2023માં નોમિનેશન માટે ભારતીય ટાઇટલ શોર્ટલિસ્ટ

આગામી ઓસ્કાર માટે ભારતમાંથી 'છેલ્લો શો' સત્તાવાર રીતે મોકલવામાં આવી છે. આ સિવાય ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ', ટૂંકી ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' અને RRRનું ગીત 'નાટુ નાટુ' મોકલવામાં આવ્યું છે.

95મી એકેડેમી પુરસ્કારો  શોર્ટલિસ્ટ

છેલ્લો શો

પાન નલિન દ્વારા નિર્દેશિત, 'છેલ્લો શો' (અંગ્રેજીમાં 'લાસ્ટ ફિલ્મ શો' શીર્ષક) એ સૌરાષ્ટ્રના એક ગામમાં સિનેમા સાથેના એક યુવાન છોકરાના પ્રેમ સંબંધની ગુજરાતી ભાષાની વાર્તા છે. સિદ્ધાર્થ રોય કપૂર અને ધીર મોમાયા દ્વારા નિર્મિત, આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શોર્ટલિસ્ટ લાઇન-અપનો એક ભાગ છે.

એકેડમીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 'છેલ્લો શો' અન્ય 14 ફિલ્મો સાથે સ્પર્ધા કરશે, જેમાં 'આર્જેન્ટિના, 1985' (આર્જેન્ટિના), 'ડિસિઝન ટુ લીવ' (દક્ષિણ કોરિયા), 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' (જર્મની) સમાવેશ થાય છે. 'ક્લોઝ' (બેલ્જિયમ) અને 'ધ બ્લુ કાફ્તાન' (મોરોક્કો) સામેલ છે. 

RRR તરફથી નાટુ નાટુ

'RRR' ના ગીત 'નાટુ નાટુ' એ શ્રેષ્ઠ સંગીત (મૂળ ગીત) માટે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. SS રાજામૌલીના 'RRR'ના લોકપ્રિય તેલુગુ ગીત 'નાટુ નાટુ' માટે આ ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય નામાંકન છે. ઓસ્કારમાં, 'નાટુ નાટુ' 14 અન્ય ગીતો સાથે સ્પર્ધા કરશે, જેમાં 'અવતાર: ધ વે ઓફ વોટર'ના 'નથિંગ ઈઝ લોસ્ટ (યુ ગીવ મી સ્ટ્રેન્થ)', 'બ્લેક પેન્થર: વાકાંડા'નું 'લિફ્ટ મી અપ' . અહીં જણાવી દઈએ કે એમએમ કીરાવાણી દ્વારા રચિત અને કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજ દ્વારા લખાયેલ ટ્રેક આ વર્ષે ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો હતો.

ઓલ ધેટ બ્રીથ્સ

શૌનક સેનની મશહૂર ફિલ્મ ઓલ ધેટ બ્રેથ્સ, આંતરરાષ્ટ્રીય સ્તર પર  સહ-નિર્મિત હિન્દી શીર્ષક, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં ટોચના પાંચ સ્થાન માટે દાવેદાર છે. દિલ્હી સ્થિત ફિલ્મ મોહમ્મદ સઈદ અને નદીમ શહઝાદ નામના બે ભાઈ-બહેનોની વાર્તા  છે, જેમણે ઘાયલ પક્ષીઓ, ખાસ કરીને ગરુડને બચાવવા અને સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

'ઓલ ધેટ બ્રેથ્સ' એ પ્રથમ વર્લ્ડ સિનેમા ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ જીત્યું. આ ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર આ વર્ષના સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જે એક ફિલ્મ ગાલા છે જે સ્વતંત્ર સિનેમા અને ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન આપે છે અને 2022 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટે ગોલ્ડન આઈ એવોર્ડ મેળવ્યો હતો.

ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ

કાર્તિકી ગોન્સાલ્વિસની 'ધ એલિફન્ટ  વ્હીસ્પરર્સ' એ એક ડોક્યુમેન્ટ્રી છે જે બે ત્યજી દેવાયેલા હાથીઓ અને તેમના સંભાળ રાખનારાઓ વચ્ચેના અતૂટ બંધનને દર્શાવે છે. તેનું નિર્માણ 'પીરિયડ એન્ડ ઓફ સેન્ટન્સ' ફેમ ઓસ્કાર વિજેતા ગુનીત મોંગા દ્વારા કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Embed widget