શોધખોળ કરો

OTT: રીલિઝ અગાઉ ફિલ્મ 'પઠાણે' કરી કરોડોની કમાણી, 100 કરોડમાં વેચાયા શાહરૂખ ખાનની ફિલ્મના OTTના રાઇટ્સ

લોકો શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

લોકો શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'પઠાણ'ના ટીઝરમાં શાહરૂખનો સ્ટીમી જાસૂસ અવતાર, દીપિકાની એક્શન અને જ્હોન અબ્રાહમને વિલનની ભૂમિકામાં જોઈને લોકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે. ડિસેમ્બરમાં ફિલ્મના બે ગીત 'બેશરમ રંગ' અને 'ઝૂમે જો પઠાણ' આવી ગયા છે અને ફિલ્મને હિટ બનાવવાનો માહોલ બંધાવા લાગ્યો છે.

ફિલ્મના ચાહકો જે રીતે 'પઠાણ'ની રાહ જોઈ રહ્યા છે તે જોતા એ પણ ખાતરી છે કે ઓટીટી પર તેની રિલીઝ જોરશોરથી થશે. થિયેટરો પછી 'પઠાણ'ને OTT પર પણ દર્શકોનો પ્રેમ મળવાની અપેક્ષા છે, તેથી દરેક OTT પ્લેટફોર્મની નજર શાહરૂખની ફિલ્મ પર હતી. હવે અહેવાલો અનુસાર, એમઝોન પ્રાઇમે 'પઠાણ'ના અધિકારો મેળવવાની રેસ જીતી લીધી છે.

'પઠાણ'ના રાઇટ્સ ખૂબ ઊંચા ભાવે વેચાયા

એવા અહેવાલો આવી રહ્યા છે કે 'પઠાણ'ના OTT રાઈટ્સ વેચાઈ ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા OTT પ્લેટફોર્મમાંથી એક Amazon Prime એ શાહરૂખની કમબેક ફિલ્મના OTT રાઈટ્સ ખરીદવાની લડાઈ જીતી લીધી છે. એમઝોન પ્રાઈમે 'પઠાણ'ના OTT અધિકારો માટે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અહેવાલો અનુસાર એમઝોન પ્રાઈમે શનિવારે શાહરૂખ અને દીપિકાની ફિલ્મ માટે ડીલ ફાઈનલ કરી દીધી છે.

શાહરૂખની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. OTT પર 'પઠાણ' ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ એમેઝોન પ્રાઇમની ડીલ સાથે જોડાયેલા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 'પઠાણ' માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં OTT પર રિલીઝ થઈ શકે છે.

શાહરૂખ ખાનની 'પઠાણ'ને લઈને પણ વિવાદે જોર પકડ્યું છે. ફિલ્મના પહેલા ગીત 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વિવાદને કારણે 'પઠાણ' ટ્રોલ પણ થયો હતો.

Salman Khan's Birthday: શાહરૂખે વધારી સલમાન ખાનની બર્થડે પાર્ટીની રોનક, 'દબંગ'ને ગળે લગાવી પાઠવી શુભકામના

Happy Birthday Salman Khan: સલમાન ખાન આજે એટલે કે 27મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સોમવારે રાત્રે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી સલમાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે રાખવામાં આવી હતી જ્યાં સલમાને મીડિયા સાથે કેક પણ કાપી હતી. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. પાર્ટીમાં સોનાક્ષી સિન્હાથી લઈને કાર્તિક આર્યન પહોંચ્યા હતા. શાહરુખ ખાન પણ  સલમાનની પાર્ટીમાં હાજર રહ્યો હતો. શાહરૂખ અને સલમાન માત્ર ખાસ પ્રસંગોએ સાથે દેખાય છે. સેલિબ્રેશન પછી બંને મીડિયાની સામે આવ્યા અને પોઝ આપ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
Embed widget