Parineeti Chopra-Raghav Chadha Wedding : સાત ફેરા લઈ સાત જન્મો સુધી એકબીજાના થયા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા
એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન 24 સપ્ટેમ્બરના રોજ લીલા પેલેસ ઉદયપુરમાં થયા હતા.
Parineeti-Raghav Wedding: એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન 24 સપ્ટેમ્બરના રોજ લીલા પેલેસ ઉદયપુરમાં થયા હતા. તેમના લગ્ન ઘણા સમાચારોમાં રહ્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને નજીકના સંબંધીઓએ હાજરી આપી હતી. રાઘવ પરિણીતિ સાથે લગ્ન કરવા માટે શણગારેલી બોટમાં પહોંચ્યા હતા. ફેન્સ તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત ફેરા લઈ સાત જન્મો સુધી એકબીજાના થયા છે.
રાઘવ-પરિણીતીના લગ્ન પહેલાના ફંક્શનના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ કપલની હલ્દી, મહેંદી અને સંગીતની વિધિ 23મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. તેમની સંગીત નાઈટ અદ્ભુત હતી. પરિણીતીએ સિલ્વર કલરનો લહેંગા પહેર્યો હતો અને સ્ટાઇલિશ જ્વેલરી સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાઘવ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. પરિણીતીની મહેંદીની વાત કરીએ તો તેની ડિઝાઇન એકદમ ટ્રેન્ડી હતી.
લગ્નમાં કોણ આવ્યું ?
પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજરી આપવા માટે મનીષ મલ્હોત્રા, આદિત્ય ઠાકરે, સાનિયા મિર્ઝા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પહોંચ્યા હતા.સંગીત નાઈટમાં પંજાબી સિંગર નવરાજ હંસએ પર્ફોર્મન્સ આપ્યું હતું. જ્યારે પરિણીતીની બહેન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ લગ્નમાં આવી ન હતી.
રાઘવ-પરિણીતીની સગાઈ ક્યારે થઈ ?
રાઘવ-પરિણિતીની સગાઈ 13 મેના રોજ થઈ હતી. તેમની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન તેમની સગાઈમાં સામેલ થયા હતા. ત્યાં બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.
સગાઈમાં પ્રિયંકા ચોપરા પહોંચી હતી
પ્રિયંકા ચોપરા તેની નાની બહેન પરિણીતીની સગાઈમાં સામેલ થઈ હતી. આ સગાઈમાં તે સ્ટ્રેપલેસ ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તેણે આ લુકને લાઇટ જ્વેલરી અને મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો હતો. અહેવાલો અનુસાર, પ્રિયંકાએ તેની બહેનની સગાઈમાં 78,700 રૂપિયાની કિંમતનો Mishru બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતીની પહેલી મુલાકાત લગભગ 15 વર્ષ પહેલા થઈ હતી. પરિણીતી યુકેની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં બિઝનેસ, ઈકોનોમિક્સ અને ફાઈનાન્સનો અભ્યાસ કરતી હતી. કહેવાય છે કે રાઘવ ચઢ્ઢા પણ તે જ સમયે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા. આ સમય દરમિયાન જ તેમની શરુઆતમાં ઓળખાણ થઈ હતી.
તેમની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ જ્યારે પરિણીતી ગયા વર્ષે પંજાબમાં ફિલ્મ ચમકીલાનું શૂટિંગ કરી રહી હતી અને રાઘવ તેને મળવા ત્યાં પહોંચ્યા હતા.