Parineeti Chopra Trolled: રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ થતાં જ પરિણીતી ચોપરાના વધ્યા નખરાં, જુઓ વીડિયો
Parineeti Chopra Trolled: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં તેણે પાપારાઝી માટે પોઝ આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ તે ટ્રોલ થઈ રહી છે.
Parineeti Chopra Video: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી ત્યારથી જ ચર્ચામાં છે. પરિણીતી અને રાઘવની સગાઈ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. સગાઈ પછી જ્યારે પણ પરિણીતી ક્યાંક જોવા મળે છે, ત્યારે તે મીડિયા માટે ચોક્કસ પોઝ આપે છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ થયું. પરિણીતી ચોપરા મુંબઈમાં એક ઈવેન્ટ પછી જોવા મળી હતી અને તેણે પાપારાઝી માટે પોઝ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
View this post on Instagram
સગાઈ બાદ પરિણીતી ચોપરાના વધ્યા નખરાં
પરિણીતી હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે પાપારાઝીને જોઈને પરિણીતી ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ફોટો ક્લિક કરવાની ના પાડી દીધી. તેણે ફોટોગ્રાફર્સને કહ્યું- અરે પ્લીઝ ફોટો ક્લિક ના કરો.. અને ત્યારબાદ પાપરાઝીથી દૂર જતી રહી હતી. આ દરમિયાન પરિણીતીની ટીમ પાપારાઝીને તેના ફોટા ન ક્લિક કરવાની મનાઈ કરતી જોવા મળી હતી. યુઝર્સને પરિણીતીનું આ વર્તન ગમી નથી રહ્યું અને તેના વિશે કોમેન્ટ કરી રહ્યા છે.
પરિણીતી ટ્રોલ થઈ
પરિણીતીનો આ ગુસ્સાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તે આટલો ઘમંડ કેમ કરી રહી છે.જ્યારે બીજાએ લખ્યું- નેતાની પત્ની થવા જઈ રહી છે, નખરાં વધુ વધી ગયા છે. લગ્ન તો હજુ થયા નથી ત્યાં જ નખરાં વધી ગયા. એકે લખ્યું- આટલી મોટી સેલિબ્રિટી પણ નથી કે આવા નખરાં કરી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ટૂંક સમયમાં જસવંત સિંહ ગિલની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મમાં જશવંત અક્ષય કુમારના પાત્રમાં જોવા મળશે. જો કે હજુ સુધી ફિલ્મના ટાઈટલની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય તે ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત અમર સિંહ ચમકીલાની બાયોપિકમાં જોવા મળશે. આ પંજાબી સિંગરની બાયોપિક છે.