શોધખોળ કરો

Pathaan Box Office Collection: 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ 'પઠાણ', શાહરૂખની ફિલ્મે રચ્યો ઈતિહાસ

Pathaan Worldwide Box Office Collection: લગભગ 4 વર્ષ બાદ શાહરૂખ ખાનના આ કમબેકએ બોક્સ ઓફિસ પર અદ્ભુત જાદુ સર્જ્યો છે. આ સાથે પઠાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Pathaan Box Office Collection: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' એક પછી એક નવા સીમાચિહ્નો હાંસલ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે શાહરૂખ ખાનની ફિલ્મ 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મે દેશમાં 623 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશમાં ફિલ્મે 377 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1000 કરોડ થઈ ગયું છે.

શાહરૂખ ખાનની પઠાણે જબરદસ્ત કમાણી કરી, 1000 કરોડને પાર..

બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના ટ્વીટ અનુસાર 27માં દિવસે ફિલ્મ પઠાણે ધમાકેદાર પ્રદર્શન સાથે 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે કાર્તિક આર્યનની ફિલ્મ 'શહેજાદા' રીલિઝ થઈ ગઈ છે. તે જ સમયે માર્વેલની Ant-Man and the Wasp: Quantumania પણ રિલીઝ થઈ. આમ છતાં 'પઠાણ'ના કલેક્શન પર કોઈ અસર જોવા મળી નથી.

આ રેકોર્ડ પઠાણના નામે

ખાસ વાત એ છે કે શાહરૂખની ફિલ્મે ચાઈનીઝ બોક્સ ઓફિસ કલેક્શન વગર 1000 કરોડનો આંકડો કર્યો છે. તો આ સાથે જ શાહરૂખની આ ફિલ્મ ભારતની 5મી એવી ફિલ્મ બની છે જેણે 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. અગાઉ આ લિસ્ટમાં આમિર ખાનની 'દંગલ'એ પોતાનું નામ નોંધાવ્યું હતું. દંગલ ફિલ્મે 1968.03 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'નો નંબર આવે છે. રાજામૌલીની ફિલ્મે તે સમયે 1747 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ યશની ફિલ્મ 'KGF 2' એ 1188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી ફિલ્મ 'RRR'એ પણ 1174 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કિંગ ખાનની ફિલ્મની સિદ્ધિથી ચાહકો ખૂબ જ ખુશ છે

'પઠાણ'ની આ સિદ્ધિથી શાહરૂખ ખાનના ચાહકો ખૂબ જ ખુશ છે. લગભગ 4 વર્ષ બાદ શાહરૂખ ખાનના આ કમબેકએ બોક્સ ઓફિસ પર અદ્ભુત જાદુ જોવા મળ્યો છે. શાહરુખ પણ 1000 કરોડની ક્લબમાં સામેલ થવા માટે તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં SRK પણ ટ્વિટર પર તેના ફેન્સ સાથે રૂબરૂ થઈ ગયો. શાહરૂખે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર ફેન્સ માટે Ask SRK સેશન રાખ્યું.જ્યાં તેણે એક ફેન્સના સવાલનો જવાબ આપ્યો અને કહ્યું કે તેનો લકી નંબર 1000 ઉપર છે. જ્યારે ચાહકે શાહરૂખને તેનો લકી નંબર પૂછ્યો તો કિંગ ખાને તેના જવાબને 'પઠાણ'ના કલેક્શન સાથે જોડીને સ્માર્ટ જવાબ આપ્યો અને ચાહકોનું દિલ જીતી લીધું. SRKએ લખ્યું- 'આ સમયે 1000થી ઉપરની કોઈપણ સંખ્યા... હા હા હા પઠાણ.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget