Pathaan Collection: 13 દિવસમાં શાહરુખ ખાનની ફિલ્મે 'પઠાણ'એ વર્લ્ડવાઈડ કર્યું આટલુ કલેક્શન
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દેશ વિદેશમાં કિંગ ખાનની ફિલ્મ ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે.
Pathaan Worldwide Collection: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દેશ વિદેશમાં કિંગ ખાનની ફિલ્મ ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મની કમાણીના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા છે. દેશ વિદેશમાં રેકોર્ડબ્રેક કલેક્શન કરનાર ફિલ્મ 'પઠાણ' દુનિયાભરમાં ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. ચાલો જાણીએ કે બોલીવૂડના કિંગ શાહરૂખની 'પઠાણ'એ અત્યાર સુધી વિવર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન પર કેટલી કમાણી કરી છે.
વર્લ્ડવાઈડ પઠાણે કરી શાનદાર કમાણી
કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ કમાણીના મામલે ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ખાસ વાત એ છે કે રિલીઝના માત્ર 13 દિવસમાં જ ફિલ્મ 'પઠાણ' ઘણી મોટી ફિલ્મોથી આગળ નીકળી ગઈ છે. કોઈ-મોઈના રિપોર્ટ અનુસાર, 'પઠાણ'એ રિલીઝના 13 દિવસ પછી વિશ્વભરમાં 850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. વિદેશમાં પણ 'પઠાણ'ની કમાણીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.
વિદેશમાં પણ અત્યાર સુધીમાં 'પઠાણે' 323 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે, શાહરૂખ ખાનની 'પઠાણ' આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પઠાણ ફિલ્મ કિંગ ખાન માટે ઘણી લકી સાબિત થઈ છે. શાહરૂખની આ ફિલ્મને દુનિયાભરના દર્શકોએ અપાર પ્રેમ આપ્યો છે.
View this post on Instagram
બોક્સ ઓફિસ પર 'પઠાણ'નું તોફાન
દુનિયાભરની સાથે'પઠાણ'એ બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે મંગળવારે 'પઠાણ'ના 13માં દિવસે બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તરણના જણાવ્યા અનુસાર, 'પઠાણ'એ તેની રિલીઝના 13માં દિવસે બોક્સ ઓફિસ પર 8.25 કરોડનું ભવ્ય કલેક્શન કર્યું છે. જેના કારણે ભારતમાં તમામ ભાષાઓમાં 'પઠાણ'ની કુલ કમાણી 438.45 કરોડ થઈ ગઈ છે.
શાહરૂખ ખાનની ફિલ્મની કમાણીના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા છે. દેશ વિદેશમાં રેકોર્ડબ્રેક કલેક્શન કરનાર ફિલ્મ 'પઠાણ' દુનિયાભરમાં ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે.