(Source: ECI/ABP News/ABP Majha)
Pooja Bhatt: જાવેદ અખ્તરના 26/11 હુમલાના નિવેદન પર પૂજા ભટ્ટે આપી પ્રતિક્રિયા, અભિનેત્રીએ પાકિસ્તાનીઓના કર્યા વખાણ
જાવેદ અખ્તરે 26/11ના હુમલાને લઈને પાકિસ્તાનમાં નિવેદન આપ્યું હતું, જેના પછી તે સતત હેડલાઈન્સમાં છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી છે.
26/11 Mumbai attacks: પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર અવારનવાર તેમના સ્પષ્ટવક્તા નિવેદનો રજૂ કરે છે. હાલમાં જ તેમણે 26/11ના હુમલાને લઈને પાકિસ્તાનમાં નિવેદન આપ્યું હતું. જેના પછી તે સતત હેડલાઈન્સમાં છે. તેઓએ પાકિસ્તાનીઓને તેઓના દેશમાં જ અરીસો બતાવ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ગીતકારના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ત્યારે હવે અભિનેત્રી પૂજા ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પૂજાએ સત્ય સાંભળવા બદલ પાકિસ્તાની નાગરિકોની પણ પ્રશંસા કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી
પૂજા ભટ્ટે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાવેદ અખ્તરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ કહ્યું, 'સત્યને જીવંત રહેવા માટે બે લોકોની જરૂર હોય છે. એક સત્ય બોલે છે અને બીજું સત્ય સાંભળે છે. એક બીજા વિના શક્ય નથી. મોટાભાગના પાકિસ્તાની નાગરિકો જેઓ અપવાદરૂપે સક્ષમ છે, તેઓ ભેળસેળ વિનાનું સત્ય સાંભળી રહ્યા છે. આ સિવાય તે પોતાની જાત પર પણ હસી રહ્યા છે.
ज़िंदाबाद जावेद साहब ! ज़िंदाबाद !!
— Vinod Kapri (@vinodkapri) February 21, 2023
पाकिस्तान जा कर पाकिस्तान के सामने ये सब आप ही कर सकते थे। pic.twitter.com/3ZhauZDY7I
કંગના રનૌતે પણ જાવેદના નિવેદનના વખાણ કર્યા હતા
પૂજા પહેલા કંગના રનૌતે પણ જાવેદના નિવેદનના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, 'જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની આટલી બધી કૃપા તેમના પર છે. પરંતુ જુઓ કૈંક તો સચ્ચાઈ છે માણસમાં. ત્યારે તો સારું થાય છે તેમની સાથે. જય હિંદ જાવેદ અખ્તર સાહેબ! ઘરમે ઘૂસ કર મારા!
वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब... 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf
— Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) February 21, 2023
જાવેદે મુંબઈમાં 26/11ના હુમલાના ગુનેગારોનો મુદ્દો ઉઠાવ્યો
જાવેદ અખ્તર ફૈઝ ફેસ્ટિવલ 2023માં ભાગ લેવા માટે પાકિસ્તાનના લાહોર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મુંબઈમાં 26/11ના હુમલાના ગુનેગારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, 'મહત્વની વાત એ છે કે આ દિવસોમાં જે વાતાવરણ ખૂબ ગરમ છે તે શાંત થવું જોઈએ. અમે મુંબઈના લોકો છીએ. અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. તેઓ નોર્વેથી આવ્યા ન હતા કે તેઓ ઇજિપ્તથી આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.