Cruise Drugs Case: આર્યન ખાન મામલે પ્રાઈમ વિટનેસનો મોટો ખુલાસો, જાણો
ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. ડ્રગ્સ કેસને લઇને આર્યન ખાનના મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. ડ્રગ્સ કેસને લઇને આર્યન ખાનના મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. હવે એનસીબીના કામ પર સવાલ ઉઠવા લાગ્યા છે. આર્યન ખાનના આ કેસમાં સાક્ષી પ્રભાકર સેલે એફિડેવિટ મારફતે જણાવવામાં આવ્યું છે કે ગોસાવીના કહેવા પર તે યલો ગેટ પર પહોંચ્યો હતો. પ્રભાકરે કહ્યું કે તેણે ગોસાવીને કહેતા સાંભળ્યો હતો કે 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે. એનસીબીએ સાક્ષી બનાવીને 10 કોરા કાગળ પર સહી કરાવી હતી.
આર્યન ખાનની ધરપકડ દરમિયાન બે અજાણ્યા વ્યક્તિની ચર્ચા રહી છે. જેમાં એક કિરણ ગોસાવી છે જેને એનસીબીએ સ્વતંત્ર પંચ બતાવ્યો હતો. હવે પ્રભાકર સૈલ નામના એક વ્યક્તિએ એફિડેવિટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે એનસીબીના કાવતરા તરફ ઇશારો કરે છે. એફિડેવિટમાં પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે તે કિરણ ગોસાવીની પાસે બોડીગાર્ડના રૂપમાં કામ કરે છે. તે ક્રૂઝ પર થયેલા દરોડાની રાત્રે ગોસાવીની સાથે હતો. તેણે તે રાત્રે ગોસાવીને સૈમ નામના વ્યક્તિને એનસીબીની ઓફિસ પાસે મળતો જોયો હતો જે હવે રહસ્યમયી રીતે ગુમ છે.
પ્રભાકરે કહ્યું કે ગોસાવીએ તેને જણાવ્યું હતું કે તેનો એકસપોર્ટનો બિઝનેસ છે અને તેણે પર્સનલ બોડીગાર્ડના રૂપમાં કામ કરવાનું છે અને મીટિંગમાં તેની સાથે રહેવાનું છે. પ્રભાકરે સૈમ ડિસૂઝા નામના એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. પ્રભાકરે કહ્યું કે સૈમ ડિસૂઝા સાથે તેની મુલાકાત એનસીબીની ઓફિસ બહાર થઇ હતી. તે સમયે તે કેપી ગોસાવીને મળવા પહોંચ્યો હતો. બંન્ને એનસીબીની ઓફિસથી લોઅર પરેલ પાસે બિગ બજારની પાસે પોત પોતાની કારમાં પહોંચ્યા હતા. ગોસાવી સૈમ નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ફિક્સ કરવાની વાત કરી રહ્યા છે. તેણે 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાની વાત કરવામાં આવી હતી.