શોધખોળ કરો

Priyanka Chopra : પ્રિયંકાએ ફરી એકવાર મચાવી સનસની, અનેક સ્ટાર્સને હડફેટે લેતા કહ્યુ કે...

Priyanka Chopra New Controversy: પ્રિયંકા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકાએ બોલિવૂડમાં પગ મૂક્યો, ત્યારબાદ ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ હોલીવુડ તરફ વળી

Priyanka Chopra New Controversy: અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો, ત્યારબાદ ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલીવુડ તરફ વળી હતી. આજની તારીખમાં ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે, જેને લઈને બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે!

તાજેતરમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના જીવનમાં કેટલાક એવા લોકો આવ્યા છે જેઓ તેમની સફળતાને કારણે અસુરક્ષા અનુંભવતા હતા. જાહેર છે કે, આ અગાઉ પણ પ્રિયંકાએ બોલિવુડમાં તેની હેરાન કરવામાં આવતી હોવાની અને ખાર રાખીને કોઈ કામ ના આપતું હોવાથી આખરે હોલિવુડની વાટ પકડી હોવાનો ખુલાસો કરીને ચકચાર મચાવી હતી.

પ્રિયંકાએ કહ્યું- મારી સફળતાથી અસલામતી રહેતી હતી...!

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, જ્યારે કોઈ મહિલા સફળતાની સીડી ચડે છે ત્યારે ઘણા પુરુષોને સમસ્યા થવા લાગે છે. મારા જીવનમાં પણ ઘણા પુરુષો છે પરંતુ તેમને મારી સફળતાથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ. પરંતુ કેટલાક એવા માણસો પણ આવ્યા જે મારી સફળતાને કારણે અસુરક્ષિત બન્યા હતાં. તેઓ મારી સફળતાને જોઈ પોતાને અસુરક્ષિત મહેસુસ કરવા લાગ્યા હતાં.
 
આટલેથી પણ ના અટકતા પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, 'જુઓ, એવું પણ બને છે કે, પુરુષો ઘણા વર્ષોથી પરિવારના વડાનું પદ સંભાળી રહ્યા હોય છે. તેઓ વર્ષોથી પૈસા કમાઈ રહ્યા હોય છે, આવી સ્થિતિમાં જ્યારે કોઈ મહિલા તેમના કરતા વધુ પ્રગતિ કરે ત્યારે તેમને ડર લાગવા લાગે છે. એવો ડર કે કોઈ તેમનું સ્થાન કોઈ બીજું લઈ લેશે. તેમને લાગવા લાગે છે ક્યાંક પોઝિશન તો નહીં છીનવાઈ જાય ને.

પ્રિયંકા ચોપરાએ એમ પણ કહ્યું હતું કે, 'તેને ગર્વ છે કે, જે લોકો તેમના જીવનમાં રહ્યા છે તેઓએ ક્યારેય આવું કર્યું નથી. પ્રિયંકા કહે છે, જ્યારે તે તેના પતિ સાથે રેડ કાર્પેટ પર ચાલે છે, ત્યારે તેનો પતિ સેન્ટર સ્ટેજ આપવા માટે દૂર જતો રહે છે. ત્યારે તે ખૂબ જ ગર્વ અનુભવે છે...' અભિનેત્રીએ કહ્યું કે, 'તેના પિતાએ હંમેશા તેની માતાને તેના ઘરમાં પ્રમોટ કર્યા છે, એક સમયે તેની માતાનો પગાર તેના પિતા કરતા વધુ હતો, પરંતુ તેનાથી તેમના સંબંધો પર ક્યારેય અસર પડી નથી. જાહેર છે કે ફરી એકવાર પ્રિયંકા ચોપરાનું બોલ્ડ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget