Rakhi Sawant On Adil Khan: સાસરે પહોંચી રાખી સાવંત, તો ઘરે જોવા મળ્યું તાળું, કહ્યું, તેઓ આવે તો કહીં દેજો...
Rakhi Sawant On Adil Khan: નાના પડદાની ડ્રામા ક્વીન એટલે કે રાખી સાવંત તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. તેનો પતિ આદિલ ખાન આ દિવસોમાં મૈસુર પોલીસની કસ્ટડીમાં છે.
Rakhi Sawant On Adil Khan: નાના પડદાની ડ્રામા ક્વીન એટલે કે રાખી સાવંત તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. તેનો પતિ આદિલ ખાન આ દિવસોમાં મૈસુર પોલીસની કસ્ટડીમાં છે. આ અગાઉ રાખીએ પતિ આદિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે રાખી સાવંત મૈસૂરમાં પતિ આદિલ ખાનના ઘરે પહોંચી છે. જો કે, આ દરમિયાન તે તેની મુલાકાત સાસુ- સસરા સાથે થઈ શકી નથી, પરંતુ તેણે આદિલના પાડોશીઓને કહ્યું કે આદિલના કારણે તેની માતાનું મૃત્યુ થયું છે.
તાળું મારી મારા સાસુ-સસરા ભાગી ગયા
રાખી સાવંત મૈસૂરમાં પતિ આદિલ ખાનના ઘરે પહોંચી હતી. જ્યારે તે તેના સાસરે પહોંચે છે, ત્યારે તેને ઘરનું તાળું મારેલુ જોવા મળે છે. જે બાદ સાવંત રાખી કહે છે કે 'મારા સાસુ અને સસરા ભાગી ગયા છે. મેં સવારે ફોન કર્યો ત્યારે તેઓએ મને ખૂબ ઠપકો આપ્યો. તેણે કહ્યું કે અમે તારા લગ્ન અને તને સ્વિકારી નથી.
સાસુ-સસરાને કહી દેજોવહુ આવી હતી
આ પછી રાખી ઘરની પાછળ જાય છે, જ્યાં તે આદિલના ભાડૂતોને મળે છે. તે ભાડુઆતને કહે છે કે 'તેમને કહી દેજો કે તેમની વહુ રાખી સાવંત આવી હતી. તેઓ ઘરમાં તાળું મારીને બેઠા છે. કૃપા કરીને મારો આ સંદેશો તે લોકોને પહોંચાડી દેજો. જો આદિલ ક્યારેય અહીં આવે તો તેને આ સંદેશ આપજો. આ પછી રાખીએ ભાડુઆતને કહ્યું કે આદિલ હાલમાં જેલમાં છે. તેણે ઘણા કાંડ કર્યા છે.
આદિલ ખાનના કારણે માતાનું અવસાન થયું
રાખી સાવંત આદિલના ઘરની આસપાસ રહેતા લોકોને પણ મળે છે. રાખી મહિલાઓ સાથે વાત કરે છે અને કહે છે, 'મેં આદિલ સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામ કબૂલ કર્યો છે, પરંતુ અહીં આદિલે એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને મુંબઈમાં પણ એક યુવતી સાથે તેનું અફેર હતું અને પછી મારા પૈસા લઈને ભાગી ગયો હતો. આદિલના કારણે મારી માતાનું અવસાન થયું. મેં તેને પૈસા આપ્યા હતા, પરંતુ તેણે તેની માતાની સમયસર સારવાર ન કરાવી, જેના કારણે તેણીનું મૃત્યુ થયું.