બ્રહ્માસ્ત્ર: પાર્ટ 2 અને 3માં જોવા મળશે Ranbir Kapoor, અભિનેતાએ શૂટિંગની વિગતો કરી જાહેર
Ranbir Kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન' ઘણી હિટ રહી હતી. તે જ સમયે ચાહકોને ખુશખબર આપતા અભિનેતાએ 'બ્રહ્માસ્ત્ર: ભાગ 2 અને 3'ની પુષ્ટિ પણ કરી છે.
Ranbir Kapoor Confirms Brahmastra 2: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવા’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને બ્લોક બસ્ટર હતી. ત્યારે, હવે તેના ફેન્સ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ-ટુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોળીના અવસર પર ફેન્સ માટે સારા સમાચાર છે. રણબીર કપૂરે ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ 2 અને 3’ની પુષ્ટિ કરી છે.
ફિલ્મમાં રહસ્યમય પાત્રની વાર્તા કહેવાનું પ્લાનિંગ
હાલમાં રણબીર કપૂર ‘એનિમલ’ના શૂટિંગ પછી બ્રેક લેવાનું વિચારી રહ્યો છે. પુત્રી રાહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યા બાદ જ અભિનેતા ‘બ્રહ્માસ્ત્ર’ 2 અને 3નું શૂટિંગ શરૂ કરશે. ‘બ્રહ્માસ્ત્ર 2 અને 3’ બની રહી છે અને અયાન મુખર્જી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે તે 2023ના અંત સુધીમાં અથવા 2024ની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ છે. આગામી હપ્તામાં અયાન ફિલ્મમાં દેવના રહસ્યમય પાત્રની વાર્તા કહેવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
View this post on Instagram
રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ પહેલા ‘એનિમલ’ને શૂટિંગ પૂરુ કરશે
‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ પહેલા રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’નું શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મમાં અભિનેતા એકદમ અલગ અવતારમાં જોવા મળશે. રશ્મિકા મંદાના આ ફિલ્મમાં તેની ઓપોઝિટ લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવશે. ‘એનિમલ’માં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હાલમાં, રણબીર તેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેણે પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે.
View this post on Instagram