Ranbir Kapoor Instagram: સોશિયલ મીડિયાથી દૂર રહેતા રણબીરે પોતાના 'ખાનગી' ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ વિશે કર્યો ખુલાસો
રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે.
Ranbir Kapoor Instagram Account: હાલના દિવસોમાં બોલીવુડ એક્ટરે રણબીર કપૂર (Ranbir Kapoor) પોતાની અપકમિંગ ફિલ્મ શમશેરા (Shamshera) અને બ્રહ્માસ્ત્રને (Brahmastra) લઈને વ્યસ્ત છે. ત્યારે હવે રણબીર કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર ના હોવાને લઈને ખુલાસો કર્યો છે. રણબીર કપૂરના આ ખુલાસાથી ધણી ચર્ચાઓ થઈ રહી છે.
ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂરઃ
રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. હાલમાં જ એક ફોટો શેયરિંગ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રણબીર કપૂરે આ વાત જણાવી છે. રણબીરે કહ્યું કે, તે અપડેટ રહેવા માટે ઈંસ્ટાગ્રામ પર એક સીક્રેટ અકાઉન્ટ સાથે એક્ટિવ છે. મહત્વનું છે કે રણબીરના આ ખાનગી એકાઉન્ટમાં કોઈ પોસ્ટ નથી થયેલી અને કોઈ ફોલોવર્સ પણ નથી. આગળ રણબીરે કહ્યું કે, ભવિષ્યમાં આ અકાઉન્ટને તે પબ્લીક (જાહેર) કરી શકે છે. જો કે, હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી.
પડદા ઉપર છવાયેલો રહેશે રણબીરઃ
હાલમાં જ રણબીર કપૂરની બે અપકમિંગ ફિલ્મો શમશેરા અને બ્રહ્માસ્ત્રના ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યા હતા. ઘણા સમય બાદ રણબીર ફિલ્મી પડદે જોવા મળશે જેને લઈ તેના ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, શમશેરા 22 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બંને ફિલ્મોના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવ્યા છે.