શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતના ડિપ્રેશનમાં આવવા પાછળ આ અભિનેત્રીએ કર્યા મોટા ખુલાસા, પોલીસે 10 કલાક કરી પુછપરછ
રિયા ચક્રવર્તીએ પોલીસને જણાવ્યુ કે સુશાંત લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેસનશીપમાં ન હતો, ત્યારે તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહેવાયુ હતુ. રિયાએ પોલીસને જણાવ્યુ કે મને સુશાંતે કહ્યું હતુ કે તુ યશરાજ ફિલ્મ છોડી દે, હું પણ છોડી રહ્યો છું, આ વિશે મે તેને પુછ્યુ તો તેને મને કંઇજ ન હતુ કહ્યું. પણ રિયાએ એવુ કંઇ જ ન હતુ કર્યુ
મુંબઇઃ સુશાંત સિંહ રાજૂપત આત્મહત્યા પાછળ મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે, અને આ મામલે પોલીસ અત્યાર સુધી 12 લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. ગુરવારે મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લગભગ 10 કલાક પુછપરછ કરી હતી, આ પુછપરછમાં ડિપ્રેશનના કેટલાક કારણો બહાર આવ્યા હતા.
રિયા ચક્રવર્તીએ પોલીસને જણાવ્યુ કે સુશાંત લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેસનશીપમાં ન હતો, ત્યારે તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહેવાયુ હતુ. રિયાએ પોલીસને જણાવ્યુ કે મને સુશાંતે કહ્યું હતુ કે તુ યશરાજ ફિલ્મ છોડી દે, હું પણ છોડી રહ્યો છું, આ વિશે મે તેને પુછ્યુ તો તેને મને કંઇજ ન હતુ કહ્યું. પણ રિયાએ એવુ કંઇ જ ન હતુ કર્યુ.
રિયાએ સુશાંત અને તેના સંબંધો વિશે વાત કરી, તેને જણાવ્યુ કે, સુશાંતે યશરાજની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી ફિલ્મ કરી રહ્યો હતો, અને હું યશરાજ ફિલ્મની મેરે ડેડ કી મારુતીની શૂટિંગ કરી રહી હતી. ત્યારે પહેલીવાર અમે બન્ને પાર્ટીમાં મળ્યા હતા. 2019માં સુશાંતે મને પ્રપૉઝ કર્યું. ત્યારબાદ અમારા બન્નેના સંબંધો શરૂ થયા હતા.
રિયાએ પોલીસને જણાવ્યુ કે સપ્ટેમ્બર 2019માં દિલ બેચારા ફિલ્મ પુરી થયા બાદ સુશાંતને ડિપ્રેશનમાં હોવાના સંકેત મળ્યા. તકલીફો વધવા લાગી હતી. રિયાએ બાદમાં તેને ડૉક્ટર પાસે લઇ ગઇ, સુશાંત દવાઓ બરાબર ન હતો ખાતો. રિયાએ સાથે રહીને સુશાંતની દેખરેખ રાખી હતી. એકદિવસ સુશાંતે રિયાએ તેને પોતાનીથી દુર જવા માટે કહ્યું અને બાદમાં રિયા સુશાંતના કહેવાથી તેના ઘરેથી ચાલી ગઇ હતી.
રિયાએ જણાવ્યુ કે તે બન્ને રૂમી જાફરીના નિર્દેશનમાં એક ફિલ્મ કરવાના હતા, જેને વાસુ ભગવાની પ્રૉડ્યૂસ કરવાનો હતો, ફિલ્મ ફેબ્રુઆરીમાં ફ્લૉર પર જવાની હતી પછી મે માં શૂટિંગ શરૂ થવાનુ હતુ. પણ લૉકડાઉનના કારણે આમ ન હતી થઇ શક્યુ. સુશાંત પોતાની ફ્યૂચર પ્રૉડક્ટને લઇને ઉત્સાહિત હતો, રિયા તેના પ્રૉજેક્ટમાં પણ મદદ કરી રહી હતી.
પોલીસને જાણકારી મળી કે યશરાજ ફિલ્મમાં સુશાંતને ઓરંગઝેબ ફિલ્મ ઓફર કરાઇ હતી, પણ સુશાંતે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. પછી ફિલ્મ અર્જૂન કપૂરને આપવામાં આવી હતી. બાદમાં યશરાજે સુશાંતને શુદ્ધ દેસી રોમાન્સ ફિલ્મ માટે સાઇન કર્યો. પોલીસને જાણવા મળ્યુ છે કે ઓરંગઝેબ ફિલ્મ ના કરવાથી યશરાજ સુશાંતથી નારાજ હતા.
વળી, સુશાંતના મેનેજર શ્રુતિ મોદીએ કરણ જોહર અને સુશાંતની વચ્ચે થયેલી એક પ્રૉજેક્ટ વિશે એક ખાસ માહિતી મળી. શ્રુતિ અનુસાર સુશાંતે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ ડ્રાઇવમાં કામ કર્યુ હતુ. સુશાંતે તે ફિલ્મના ડબિંગ માટે ડેટ ન હતી આપી. હવે આ મામલે પોલીસ માહિતી મેળવી રહી છે કે આ ફિલ્મને લઇને સુશાંત અને કરણ જોહરની ધર્મા પ્રૉડક્શનમાં કોઇ અણબન થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement