શોધખોળ કરો
Advertisement
પટૌડી પેલેસની કિંમતને લઇને ઉડી રહી હતી અફવાઓ, સૈફ અલી ખાને ખુદ બતાવી અસલી કિંમત
પટૌડી પેલેસને લઇને રિપોર્ટ હતા સૈફ અલી ખાને એક હૉટલ ચૈન પાસેથી તેને ફરીથી 800 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ ખબરોની વચ્ચે સૈફ અલી ખાને મૌન તોડ્યુ અને રિએક્શન આપ્યુ છે, ખરેખર સૈફ અલી ખાને પટૌડી પેલેસની કિંમત સાથે જોડાયેલા સમાચારોને ખોટા ફેક્ટ્સ ગણાવ્યા હતા
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફિલ્મોની સાથે સાથે પોતાની નવાબી અંદાજને લઇને પણ જાણીતો છે. જ્યારે વાત સૈફની નવાબીની આવે તો સૌથી પહેલો ઉલ્લેખ તેના પટૌડી પેલેસની આવે છે. પટૌડી પેલેસમાં તમામ બૉલીવુડ ફિલ્મો અને સીરિયલોનુ શૂટિંગ થઇ ચૂક્યુ છે. તાજેતરમાં જ પટૌડી પેલેસને લઇને રિપોર્ટ હતા સૈફ અલી ખાને એક હૉટલ ચૈન પાસેથી તેને ફરીથી 800 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ ખબરોની વચ્ચે સૈફ અલી ખાને મૌન તોડ્યુ અને રિએક્શન આપ્યુ છે, ખરેખર સૈફ અલી ખાને પટૌડી પેલેસની કિંમત સાથે જોડાયેલા સમાચારોને ખોટા ફેક્ટ્સ ગણાવ્યા હતા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટર સૈફ અલી ખાને કહ્યું કે, આ જે કિંમત બતાવવામાં આવી રહી છે, એ બિલકુલ ખોટી સૂચના છે. ખરેખર, મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું- મૌદ્રિક શબ્દોમાં આનુ મૂલ્ય લગાવવુ નામૂમકીન છે કેમકે ભાવનાત્મક રીતે આ સંપતિ અમૂલ્ય છે, મારા દાદા-દાદી અને પિતાને ત્યાં દફનાવવામાં આવ્યા છે, ત્યાંની સુરક્ષા, શાંતિ અને મારા માટે એક આધ્યાત્મિક સંબંધ છે.
સૈફ અલી ખાને આગળ કહ્યું- મારા દાદા અને દાદી માટે આ માત્ર 100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, તે સમયના શાસક સમ્રાટ હતો, પરંતુ બાદમં આ ખિતાબ સમાપ્ત કરી દેવામાં આવ્યા, તે અલગ અલગ સમય હતો એટલા માટે મારા પિતાએ તેને ભાડે આપી દીધો, ફ્રાન્સિસ અને અમન, જેમને મહેલમાં એક હૉટલ ચલાવી, સંપતિની સારી રીતે દેખરેખ રાખી, અને તે પરિવારની જેમ હતા, મારી મા શર્મિલા ટાગોર પાસે અહીં એક કૉટેજ છે, અને તે એકદમ શાંતિથી રહે છે, સંપતિ નિમરાના હૉટલને લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ પિતાન મૃત્યુ બાદ મે આને પાછી લેવાની ઇચ્છા રાખી, તો જ્યારે મને મોકો મળ્યો, તો મે લીઝને પુરી કરી દીધી, તેને પૈસા આપ્યા અને ઘરનો કબ્જો પાછો લઇ લીધો.
સૈફ અલી ખાને આગળ કહ્યુ- આ એક ઉચિત નાણાંકીય એગ્રીમેન્ટ હતો, અને રિપોર્ટોનુ ઉલટુ, મારે આને ખરીદવાની જરૂર ન હતી, કેમકે પહેલાથી જ હુ આનો માલિક હતો, મારી કિશોરાવસ્થામાં, હું એક કાળી ભેડ હતો, તો મારા પરિવાર અને વિરાસત માટે આવુ કરવુ ખુબ સારુ લાગે છે. એક્ટરને કહ્યું કે ફિલ્મના શૂટિંગમાં માટે સંપતિના થોડાક ભાગને ભાડે આપીએ છીએ, જેથી તે સારી રીતે સચવાય.
ખરેખરમાં, રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે સૈફ અલી ખાનનો આ મહેલ વેચાયો, જેને ખરીદવા માટે સૈફે 800 કરોડ રૂપિયાની ઉંચી રકમ ચૂકવી, જોકે હવે સૈફ અલી ખાને સ્પષ્ટ કરી દીધુ છે કે મહેલ વેચાયો ન હતો, લીઝ પર હતો, જેને એગ્રીમેન્ટ અંતર્ગત પાછો લેવા માટે સૈફે રકમ ચૂકવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement