75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે ચોંકાવનારો વળાંક આવ્યો છે. કલેક્ટર સાથે મુલાકાત કર્યાં બાદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે, કલેક્ટરે 75 લાખની તોડની વાત સ્વીકારી છે.

દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ, ભરુચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે, જો કે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા છેદક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ, ભરુચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે, જો કે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા છે
ચૈતર વસાવા પર 75 લાખના તોડનો આરોપ લગાવ્યા બાદ આજે સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર સાથેની મુલાકાત બાદ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સાંસદ મનસુખ વસાવેએ દાવો કર્યો કે, ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું ક્લેક્ટર સ્વીકાર્યું છે. જાણીએ શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા, ચૈતર વસાવા સમક્ષ કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી. તો આજે મનસુખ વાસવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કર્યો છે કે, કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે. જો કે સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત બાદ કલેક્ટરે મૌન સેવ્યું હતું અને કલેક્ટર મીડિયાના સવાલોથી ભાગ્યા હતા.
શું છે 75 લાખનો સમગ્ર મામલો?
સોમવારે (22 ડિસેમ્બર) મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ, ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ, તેમણે અધિકારીને ડરાવી-ધમકાવીને 75 લાખ રુપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના.
"ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ"
પોતાના જ આક્ષેપોમાં ઘેરાયેલા સાંસદ મનસુખ વસાવા હવે અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેમણે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે, "હું સરકાર અને અધિકારીઓ માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે અને આવા ભ્રષ્ટ લોકોને બચાવશે, તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ."રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષના ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતાઓ પર પ્રહાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ પહેલા તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર પ્રહાર કર્યા હતા, જેમાં તેમને સફળતા મળી નહોતી.





















