Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. 33 વર્ષની રાહ જોયા પછી ગુજરાતે સત્તાવાર રીતે ભારતના વાઘ મેપ પર પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે. એટલે કે ગુજરાતને ફરી એકવાર ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યુ છે, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી 2026 વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ સાથે જ હવે ગુજરાતમાં માત્ર સિંહની ત્રાડ જ નહીં વાઘની ગર્જના પણ સંભળાશે.
ગુજરાતને સિંહોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગુજરાતમાં પાંચ મુખ્ય સિંહ સંરક્ષણ કેન્દ્રો છે, જેને ગીર અભયારણ્યનો ભાગ ગણવામાં આવે છે. ગુજરાતમાં પાંચ મુખ્ય કેન્દ્રો છે




















