શોધખોળ કરો
Advertisement
Lockdown: સલમાન ખાને 16000 રોજિંદા કામદારોના ખાતાઓમાં જમા કરાવ્યા કરોડો રૂપિયા, જાણો વિગતે
મંગળવારે સલમાન ખાને હજારો રોજિંદા કામદારોને આર્થિક મદદ કરવાનુ શરૂ કરી દીધુ છે
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સલમાન ખાને પોતાના વાયદો પુરો કરવાનુ શરૂ કર્યુ છે. લૉકડાઉનના કારણે હાલ બૉલીવુડ અને ટીવી સીરિયલોના શૂટિંગ બંધ થઇ ગયા છે, આના કારણે અહીં હાજરોની સંખ્યામા રોજિંદા ધોરણે કામ કરતા કામદારોની હાલત ખાસ્તા થઇ ગઇ છે. હવે સલમાન ખાને આ લોકોને આર્થિક સહાય કરવાનુ શરૂ કરી દીધુ છે.
મંગળવારે સલમાન ખાને હજારો રોજિંદા કામદારોને આર્થિક મદદ કરવાનુ શરૂ કરી દીધુ છે.
સલમાને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 16000 મજૂરોને દરેકના ખાતમાં 3000 રૂપિયા જમા કરાવવાનુ શરૂ કરી દીધુ છે. આ રીતે બે દિવસ એટલે કે મંગળવાર અને બુધવાર સુધી દરેકને પૈસા મળી જશે, મજૂરોના ખાતામાં સલમાનને 4.80 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ વાતની જાણકારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)ના અધ્યક્ષ અશોક દુબેએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે FWICEએ સલમાન ખાન ફિલ્મ્સને 25000 મજૂરોના બેન્ક એકાઉન્ટ આપવાની વાત કરી હતી, પણ આમાંથી કેટલાકના બેન્ક ખાતા ના હોવાથી લગભગ 19000 લોકોના બેન્ક ખાતા ફેડરેશન તરફથી મળ્યા ના હતા.
ફેડરેશને સલમાન ખાનને આમાંથી 3000 લોકોને હાલ આર્થિક સહાયતા આપવાની ના પાડી હતી, કેમકે આ લોકોને યશરાજ ફિલ્મ્સ તરફથી આર્થિક સહાયમાં 5000 રૂપિયા દરેક મજૂરોને આપવામાં આવ્યા છે. બાકીના 16000 લોકોને સલમાન ખાને આર્થિક સહાય આપી છે.
સલમાન ખાને અગાઉ મજૂરો અને રોજિંદા ધોરણે કામ કરતા લોકોને મદદ કરવાની વાત કરી હતી, હવે તેને પોતાનો વાયદો પુરો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement