Salman Khan: "જો સલમાન જાહેરમાં માફી નહી માંગે તો..." લોરેન્સ બિશ્નોઈએ ફરી સલમાન ખાનને ધમકી આપી
પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન સલમાન ખાનને ધમકી આપી છે.
Salman Khan Lawrence Bishnoi: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈએ ફરીથી ધમકી આપી છે. પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન સલમાન ખાનને ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ પોલીસની પૂછપરછમાં કહ્યું છે કે, તે કાળિયાર કેસમાં સલમાન ખાનને માફ નહીં કરે.
લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ફરી ધમકી આપીઃ
ઉલ્લેખનીય છે કે, સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સતત લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન, ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, લોરેન્સ બિશ્નોઇએ કહ્યું છે કે, "હું કાળિયાર શિકારના કેસમાં સલમાન ખાનને માફ નહીં કરું. આ કેસમાં સલમાન ખાનની સજાનો નિર્ણય કોર્ટ નહીં કરે. સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાને જાહેરમાં આવીને અમારા સમાજના લોકોની માફી માંગવી પડશે. જો સલમાન માહી નહીં માંગ તો અમે તેને મારી નાખીશું."
લોરેન્સ બિશ્નોઈ કેમ બન્યો સલમાનના જીવનો દુશ્મન?
વર્ષ 1998માં ફિલ્મ "હમ સાથ-સાથ હૈ"ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર રાજસ્થાનમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને પણ જેલમાં જવું પડ્યું હતું. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ કાળા હરણને પૂજનીય માને છે. એવું માનવામાં આવે છે કે બિશ્નોઈ સમુદાય તેમના ધાર્મિક ગુરુના પુનર્જન્મ તરીકે કાળા હરણની પૂજા કરે છે. લોરેન્સ પણ બિશ્નોઈ સમાજમાંથી આવે છે. એટલે કટ્ટર ધાર્મિક વ્યક્તિ હોવાના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાનના જીવનો દુશ્મન બની ગયો છે.
આ પણ વાંચોઃ
Gujarat Rain: વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા લોકોના મોત, 9 હજાર જેટલા લોકોનું સ્થળાંતર
વલસાડમાં મૂશળધાર વરસાદ, ઘરોમાં ભરાયા પાણી, જળબંબાકારની સ્થિતિ, 300થી વધુ લોકોનું સ્થળાંતર
Gujarat Rain: રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, 207 યોજનાઓમાં 40 ટકા જળસંગ્રહ