વલસાડમાં મૂશળધાર વરસાદ, ઘરોમાં ભરાયા પાણી, જળબંબાકારની સ્થિતિ, 300થી વધુ લોકોનું સ્થળાંતર
વલસાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે.
Heavy Rain:વલસાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વલસાડમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ભારે વરસાદને કારણે . ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વલસાડના છીપવાડમાં રસ્તા પર દરિયાઓ આવી ગયો હોય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છીપવાડમાં દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરની ઘરવખરી અને માલનું પણ ભારે નુકસાન થયું છે.ઓરંગા નદીનું પાણી વલસાડ ગામ તરફ પ્રવેશી રહ્યું છે. જેના કારણે સ્કૂલમાં પણ રજા જાહેર કરાઇ છે.વલસાડના કાશ્મીરા નગરની પણ સ્થિતિ મુશ્કેલી ભરી છે. અહીં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે અને રસ્તા પર તળાવ ધસી આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એનડીઆરએફની ટીમે 300થી વધુ લોકોનું નાવ દ્રારા સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે. NDRFની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
NDRFની ટીમ બચાવ કાર્ય કરી રહી છે
નવસારી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. જેમાં NDRFના જવાનો સતત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં વધુ પડતા પાણીના કારણે બચાવકાર્ય મુશ્કેલ બની રહ્યું છે.વલસાડના ભદેલી હિંગળાજ મંદિર નજીર પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા કોસ્ટ ગાર્ડે બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
#WATCH | Gujarat: NDRF teams and local administration carry out relief and rescue works in Valsad after the low-lying areas in the district gets flooded due to heavy rainfall (10.07) pic.twitter.com/4ZPNLzVceS
— ANI (@ANI) July 10, 2022
વલસાડના ઉપરવાસ વરસાદના કારણે છીપવાડું હનુમાન મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અહીં એક શાળામાં પાણી ઘૂસી જતાં શાળા જળમગ્ન બની ગઇ છે.જો કે શાળામાં રજા જાહેર કરી દીધી હોવાથી કોઇ જાનહાનિના સમાચાર નથી. ક