અભિનેતા સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશનરને મળ્યો, જાણો શું છે કારણ?
ફિલ્મ અભિનેતા સલમાન ખાન(Salman Khan) ને થોડા દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનનું સિદ્ધુ મૂસેવાલા થશે.
Salman Khan Meet Police Commissioner : બોલીવૂડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન(Salman Khan) ને થોડા દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા લેખક સલીમ ખાન(Salim khan)નું સિદ્ધુ મૂસેવાલા થશે. સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસો બાદ જ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને આ ધમકી મળી હતી. ત્યારથી ભાઈજાનની સુરક્ષા ઘણી વધારી દેવામાં આવી છે.
જ્યારે, આ ધમકી બાદ સલમાન ખાને પોતાની સુરક્ષા માટે હથિયારના લાયસન્સ માટે અરજી કરી હતી. આ સંબંધમાં આજે સમલાન ખાને પોલીસ કમિશનર વિવેક ફણસલકરને પણ મળ્યા હતા. એબીપી ન્યૂઝ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કમિશનરે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને કેવા પ્રકારની ધમકીઓ મળી છે અને પછી સલમાન ખાનને તેમની સુરક્ષા વિશે જણાવ્યું. એસબી રિપોર્ટ શું કહે છે તેની પણ જાણકારી આપી.
કેવી રીતે આપવામાં આવી હતી ધમકી?
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એક સાગરિતે સલમાન(Salman khan)ને મારી નાખવાની ધમકી આપી હતી. લૉરેન્સ હાલમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં છે અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે જોગિંગ માટે ગયા હતા ત્યારે જે બેન્ચ પર તેઓ બેઠા હતા ત્યાં તેમના અને તેમના પુત્ર સલમાન ખાનના નામે ધમકીભર્યો પત્ર મળ્યો હતો, તે પત્રમાં લખ્યું હતું કે સલમાન ખાનને પણ સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Waala) કરશે. આ પત્ર મળ્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે, જોકે તેનાથી તેની રૂટિન લાઈફમાં કોઈ બદલાવ આવ્યો નથી. અભિનેતા તેની આગામી ફિલ્મો માટે પણ સતત શૂટિંગ કરી રહ્યો છે.