Watch: કેટરીના –વિકકીના લગ્નના દોઢ મહિના બાદ આપ્યુ સલમાન ખાને રિએકશન,કહી આ વાત
Salman on katrina's wedding: તાજેતરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા છે. આવી સ્થિતિમાં સલમાન ખાન તેના પર કેવી પ્રતિક્રિયા આપશે તે જાણવા ચાહકો ઉત્સુક હતા. હવે ખુદ દબંગ ખાને આ અંગે મૌન તોડ્યું

Salman's Reaction On Katrina-Vicky Wedding: : તાજેતરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન થયા છે. આવી સ્થિતિમાં સલમાન ખાન તેના પર કેવી પ્રતિક્રિયા આપશે તે જાણવા ચાહકો ઉત્સુક હતા. હવે ખુદ દબંગ ખાને આ અંગે મૌન તોડ્યું છે.
અભિનેત્રી કેટરિના કૈફ હવે વિકી કૌશલ સાથે તેની સુખી લગ્ન જીવન જીવી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો હજુ પણ તેના નામ સાથે સુપરસ્ટાર સલમાન ખાનની સાથે તેની નામ જડવાનું ભૂલતા નથી. હવે દબંગ ખાનના અભિનેત્રી સાથેના સંબંધો વિશે બધા જ વાકેફ છે. આવી સ્થિતિમાં, કેટરિનાના લગ્ન સમયે, સલમાન તેના પર કેવી પ્રતિક્રિયા આપતો હશે તે જાણવા માટે લોકો ઉત્સુક હતા. હવે ભાઈજાને ખુદ પોતાની પ્રતિક્રિયા જણાવી છે.
ખરેખર, બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં શહેનાઝ ગિલ અને સલમાન ખાન વચ્ચે ખૂબ જ મસ્તી જોવા મળી હતી. શહનાઝે કેટરિના કૈફના લગ્ન વિશે પણ સલમાનને ચીડવ્યો હતો. હવે આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહનાઝ સલમાનને કહેતી જોવા મળે છે, 'હું પંજાબની કેટરિના કૈફથી ભારતની શહનાઝ ગિલ બની ગઈ છું, કારણ કે કેટરિના હવે પંજાબની કેટરિના બની ગઈ છે, કારણ કે તેણે પંજાબમાં લગ્ન કર્યાં છે.'
આ સાંભળીને સલમાન કહે છે, 'સાચું હૈ સબ ખુશ હૈ'. આના પર શહનાઝ પણ તેમને ખુશ રહેવાનું કહે છે અને કહે છે કે સિંગલ જ સારા લાગો છો, સિંગલ જ રહો, તેના પર સલમાન ખાન કહે છે, જ્યારે સિંગલ થઇ જઇશ કહીશ તો શહનાઝ કહે છે કે, તો કમિટેડ છો? જેના પર સલમાન માત્ર હસી પડે છે. આ પછી પણ બંને વચ્ચે ઘણી મસ્તી થાય છે, પરંતુ લોકો સલમાનની પ્રતિક્રિયાના અનેક અર્થઘટન કરી રહી છે સાથે જ યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલ સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બોસ 13ની 13મી સીઝનમાં જોવા મળી હતી.
તે સમયે સ્ટેજ પર આવતાની સાથે જ શહનાઝે પોતાને પંજાબની કેટરિના કૈફ ગણાવી હતી. તેની ક્યૂટ અને મજાકિયો અદાજં માત્ર દર્શકોને જ નહીં પરંતુ સલમાન ખાનને પણ પસંદ આવ્યો હતો.છે. આ જ કારણ છે કે વીડિયો પર કોમેન્ટ કરતી વખતે ચાહકો એવું પણ કહે છે કે, તેની સાથે સલમાન તેના અંગત જીવન સાથે જોડાયેલો મજાક સલમાન સાથે માત્ર શહનાઝ જ કરી શકે છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
