શોધખોળ કરો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની લેટેસ્ટ નાઉ કાસ્ટ આગાહી; રાત્રે 7 થી 10 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 3 કલાકની ચેતવણી આપી.
  • સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં રેડ એલર્ટ, ભારે વરસાદની શક્યતા.
  • 26 જિલ્લાઓમાં મધ્યમ વરસાદ, 7 જિલ્લામાં હળવા ઝાપટાં પડશે.
  • તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, બહાર ન નીકળવા અપીલ.

Gujarat Rain Red Alert: જો તમે આજે સાંજે ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા હવામાન વિભાગ (IMD) ની આ લેટેસ્ટ આગાહી ચોક્કસ વાંચી લેજો. અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે તાત્કાલિક એટલે કે 'નાઉ કાસ્ટ' (Nowcast) ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.

રેડ એલર્ટ: આ 3 જિલ્લાઓના લોકો ખાસ સાચવજો!

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓ માટે વરસાદનું 'રેડ એલર્ટ' આપ્યું છે.

અહીં આગામી 3 કલાક દરમિયાન કલાકના 15 mm થી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે.

સાથે જ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

આ વિસ્તારોમાં 30 થી 60 ટકા જેટલી ગાજવીજ અને જમીન પર વીજળી પડવાની (Cloud to Ground Lightning) પણ પૂરેપૂરી સંભાવના છે, તેથી લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

ઓરેન્જ એલર્ટ: 26 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યના મોટાભાગના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે નીચે મુજબના 26 જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે:

મધ્ય અને દક્ષિણ ગુજરાત: પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી.

સૌરાષ્ટ્ર: ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલી.

આ જિલ્લાઓમાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, અહીં પવનની ગતિ 41 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ 30 ટકાથી ઓછી છે.

યલો એલર્ટ: 7 જિલ્લાઓમાં હળવા ઝાપટાં

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે. કચ્છ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને દીવ માટે 'યલો એલર્ટ' અપાયું છે. અહીં કેટલાક સ્થળોએ કલાકના 5 mm થી ઓછો હળવો વરસાદ કે ઝરમર ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

તંત્રની ખાસ અપીલ: નાગરિકોએ શું સાવચેતી રાખવી?

ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કેટલીક ખાસ સલાહ આપવામાં આવી છે:

ટ્રાફિક અને જળભરાવ: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેનાથી રસ્તાઓ પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રાફિકની યોગ્ય માહિતી મેળવી લેવી.

વૃક્ષો અને વીજળીથી બચો: ભારે પવનમાં વૃક્ષો, ડાળીઓ કે મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાનો ખતરો રહેલો છે. વીજળીના કડાકા-ભડાકા થતા હોય ત્યારે ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ.

સુરક્ષિત આશ્રય: નદી કિનારે રહેતા લોકો અથવા જેઓ અત્યંત જૂના અને કાચા મકાનોમાં રહે છે, તેમણે તાત્કાલિક કોઈ સુરક્ષિત સ્થળે જતા રહેવું.

પશુઓની સુરક્ષા: ખેડૂત અને પશુપાલક મિત્રોએ પોતાના નાના-મોટા પ્રાણીઓને ખુલ્લામાં રાખવાને બદલે કોઈ સુરક્ષિત શેડ કે આશ્રયસ્થાન નીચે બાંધવા વિનંતી કરાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી

Frequently Asked Questions

હવામાન વિભાગ દ્વારા કયા સમયગાળા માટે અને શેના માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે?

હવામાન વિભાગે આજે સાંજે 7 થી 10 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે 'નાઉ કાસ્ટ' ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

કયા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં કેવા વરસાદની આગાહી છે?

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' છે. અહીં કલાકના 15 mm થી વધુ વરસાદ અને 41 થી 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?

નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. ટ્રાફિકની માહિતી મેળવવી. વીજળી સમયે ખુલ્લામાં કે ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળી સુરક્ષિત સ્થળે જવું. પશુઓને પણ સુરક્ષિત રાખવા.

કયા જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે અને ત્યાં કેવો વરસાદ પડી શકે છે?

મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 26 જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' છે. અહીં કલાકના 5 થી 15 mm ના દરે મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી છે.

કયા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે અને ત્યાં કેવા વરસાદની આગાહી છે?

સૌરાષ્ટ્ર અને કચ્છના 7 જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' છે. અહીં કલાકના 5 mm થી ઓછો હળવો વરસાદ કે ઝરમર ઝાપટાં પડવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા બિલ પર રહેશે નજર
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા બિલ પર રહેશે નજર
નવસારી ‘નમો કમલમ’ના ઉદ્ધાટનમાં PM મોદીએ સી.આર પાટીલને ભાઈ કહી કરી આ મોટી વાત   
નવસારી ‘નમો કમલમ’ના ઉદ્ધાટનમાં PM મોદીએ સી.આર પાટીલને ભાઈ કહી કરી આ મોટી વાત   
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
Embed widget