Salman : એક ચાહકે ઘર સામે જ સલમાન ખાનની પીઠમાં ફટકારી હતી લાકડી અને...
હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું નામ ધમકીભર્યા ઈમેલને લઈને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ પોલીસે રાજસ્થાનના જોધપુરથી સલમાનને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરી છે.
Salman Khan Fan Attacked On Him: હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું નામ ધમકીભર્યા ઈમેલને લઈને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ પોલીસે રાજસ્થાનના જોધપુરથી સલમાનને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઈન્ડસ્ટ્રીના ભાઈજાન પર પણ એક વખત હુમલો થઈ ચૂક્યો છે. એ પણ કોઈ બીજાએ નહીં પણ તેના ફેન્સે કર્યો હતો. તો જાણીએ શું મામલો હતો કે સલમાનના ફેને તેની પીઠ પર ફટકારી હતી લાકડી.
ફેને સલમાન પર હુમલો કર્યો
સલમાન ખાન ઇન્ડસ્ટ્રીનો એ સુપરસ્ટાર છે, જેના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. બીજી તરફ સલમાનના કેટલાક ફેન્સ એવા છે જે તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. પરંતુ એકવાર સલમાને તેના એક દિવાના ચાહકનો કિસ્સો કહી સંભળાવ્યો હતો. હકીકતમાં વર્ષ 2019માં સલમાન તેના ત્રણ ભાઈઓ અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કોમેડી શો કોમેડી નાઈટ વિથ કપિલમાં પહોંચ્યા હતા. તે દરમિયાન સલમાનના ભાઈ સોહેલે કહ્યું હતું કે, ઘણા સમય પહેલા ભાઈના ફેન એવા કેટલાક છોકરાઓ મારા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ઉભા હતા, જેઓ ધ્યાન ખેંચવા માટે ભાઈની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા.
મેં એક છોકરાને પૂછ્યું કે, તેઓ આવું કેમ કરે છે? તો તે છોકરાઓ મારાથી ગુસ્સે થઈ ગયા અને મારી સાથે મારપીટ કરવા લાગ્યા. ત્યાર બાદ સલમાન ભાઈ આવ્યા ત્યારે જ એક છોકરાએ તેમની પીઠ પર લાકડી મારી દીધી. પરંતુ બાદમાં તે છોકરાને પણ બરાબરનો ફટકારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને તે છોકરાની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.
આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે
સલમાન ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. જાહેર છે કે, સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન (કિસી કા ભાઈ કિસી કી જાન) 24 એપ્રિલે રિલીઝ થવાની છે. આ પછી આ વર્ષે સલમાનની ટાઈગર 3 પણ રિલીઝ થશે.
Salman Khan Threat Mail: સલમાન ખાનને મળી ધમકી, મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર સામે નોંધી ફરિયાદ
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ 18 માર્ચે આવ્યો હતો. જેમાં સલમાન ખાનને કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડી બરારે તેની સાથે વાત કરવી છે. રવિવારે (19 માર્ચ) સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરની ફરિયાદ પર મુંબઈ પોલીસે ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ IPCની કલમ 120 (B), 34 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો છે. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.
મોહિત ગર્ગના આઈડીથી સલમાન ખાનની ઓફિસને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બરાર)ને તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે. તમે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે, જો ના જોયો હોય તો જોઈ લેજો. જો મેટર બંધ કરવી હોય તો વાત કરાવજો. ફેસ ટુ ફેસ વાત કરવાની છે તે જણાવી દેજો. હવે સમય રહેતા જાણ કરવામાં આવી છે, આગામી સમયમાં માત્ર ઝટકો જોવા મળશે.