Sara Ali Khan : શું સારા અલી ખાન ક્રિકેટર સાથે કરવા જઈ રહી છે લગ્ન?
સારા કે શુભમને હજુ સુધી ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સારાએ પોતાની દાદીની માફક ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા જરૂરથી આપી છે.

Sara Ali Khan On Marrying Cricketer: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તાજેતરમાં તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં સારાની સાથે વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. સારા તેની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. સારા કે શુભમને હજુ સુધી ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સારાએ પોતાની દાદીની માફક ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા જરૂરથી આપી છે.
સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. આ સ્થિતિમાં સારાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે? તેના જવાબમાં સારાએ કહ્યું- તેના માટે પ્રોફેશનથી કોઈ ફરક નથી પડતો.
કેવો જોઈએ મનનો માણીગર???
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યું - તે વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે, પરંતુ તેણે માનસિક અને બૌદ્ધિક રીતે મારી સાથે મેળ ખાવો જોઈએ. મને લાગે છે કે, હું જે પ્રકારનો વ્યક્તિ છું મને નથી લાગતું કે, તેણે મારા જીવનસાથી બનવા માટે ક્રિકેટર, બિઝનેસમેન, ડૉક્ટર બનવું જોઈએ. કદાચ ડૉક્ટર નહીં, તે ભાગી જશે. પરંતુ સત્ય એ છે કે, તમારે મારા માનસિક સ્તર પર મેળ ખાવો પડશે. જો તમે આ કરી શકો તો તે એક સારી બાબત છે.
હજુ સુધી કોઈ પાર્ટનર મળ્યો નથી
જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે, શું તે હાલમાં ભારતીય ટીમમાંથી કોઈને ડેટ કરી રહી છ? તો તેણે કહ્યું હતું કે - તે હજુ સુધી તે વ્યક્તિને મળી નથી જેની સાથે તે સેટલ થઈ શકે. હું તમને સત્ય કહીશ, હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે, હું જેવો પાર્ટનર ઈચ્છુ છું તેવા પાર્ટનરને હજી સુધી હું મળી નથી.
જણાવી દઈએ કે સારા અને શુભમન ગિલના ડેટિંગની અફવાઓ ત્યારેથી આવવા લાગી હતી જ્યારે બંને ઘણી વખત ડિનર પર સાથે જોવા મળ્યા હતા. જોકે તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. ચાહકોએ નોંધ્યું હતું કે, સારા અને શુભમને એકબીજાને અનફોલો કરી દીધા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
