શોધખોળ કરો
ધ સ્કેમ ફેઈમ પ્રતિક ગાંધીએ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, રોમાંટિક કોમેડી ફિલ્મમાં કોણ કોણ છે સાથે?
આ ગુજરાતી ફિલ્મનુ નામ છે 'વાલમ જાઓ ને', અને એક રૉમેન્ટિક ફિલ્મ છે. લૉકડાઉન બાદ મળેલી છૂટછાટના કારણે તે પોતાની ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થયો છે

અમદવાદઃ ધ સ્કેમ ફેઇમ પ્રતિક ગાંધીએ કોરોના કાળની વચ્ચે ફરી એકવાર પોતાનુ શૂટિંગ શરૂ કર્યુ છે. 1992 સ્કેમ ધ હર્ષદ મહેતા વેલ સીરીઝમાં પોતાની એક્ટિંગથી ધૂમ મચાવનાર પ્રતિક ગાંધી હવે ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
આ ગુજરાતી ફિલ્મનુ નામ છે 'વાલમ જાઓ ને', અને એક રૉમેન્ટિક ફિલ્મ છે. લૉકડાઉન બાદ મળેલી છૂટછાટના કારણે તે પોતાની ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થયો છે.
'વાલમ જાઓ ને' ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જર છે અને લેખક રાહુલ પટેલ છે. આ ફિલ્મ રોમાન્ટિક અને કૉમેડી છે, આમાં ટિકુ તલસાણીયા, સંજય ગોરડિયા, પ્રતાપ સચદેવ, દિક્ષા જોશી, કેવિન દવે અને જયેશ મોરે જેવા ખ્યાતનામ કલાકારો અભિનય કરી રહ્યા છે.
ખાસ વાત છે કે લેખક રાહુલ પટેલ બાલાજી ઓલ્ટ પર આવેલી ચર્ચિત વેબ સીરીઝ ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટીના લેખક રહ્યા છે. એક્સિડેન્ટ ઓન અ હિલ રોડ, સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ જેવા શૉ પોતાની કલમથી લખનાર રાહુલ પટેલ પણ મૂળ વલસાડના વતની છે અને વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા છે.





વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
દેશ
દેશ
Advertisement