Shah Rukh Car : શાહરૂખે પોતાને જ આપી મોંઘીદાટ ગિફ્ટ, કિંમત જાણી આંખો ફાટી જશે
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાને જ એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાને જ એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ કોઈ સામાન્ય કાર નથી, પરંતુ લક્ઝરી રોલ્સ રોયસ કાર છે. શાહરૂખ ખાન રોલ્સ રોયસ ક્યુલિનન બ્લેક બેજ સાથે રવિવારે મોડી સાંજે ઘરે પરત ફર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ લક્ઝરી SUV કાર શાહરૂખ ખાનના કાર કાફલાની નવી અને ખૂબ જ ખાસ સભ્ય બની છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, આ કાર હાલમાં દેશમાં વેચાતી સૌથી મોંઘી SUV કાર છે. જ્યાં શોરૂમની કિંમત લગભગ 8.20 કરોડ છે, જેમાં કેટલીક સુવિધાઓ અને સેવાઓ સાથેના વ્યક્તિગત વિકલ્પો પછી બાદ તે 10 કરોડની આસપાસ છે.
આ કાર 'મન્નત'ની અંદર જતી જોવા મળી હતી, જેની નંબર પ્લેટ '555' છે
શાહરૂખ ખાનની આ લક્ઝરી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નંબર પ્લેટ પર ખાસ નંબર '555' દેખાય છે. આ કાર 'મન્નત'ની અંદર જતી જોવા મળે છે. જો કે, હાલના સમયમાં શાહરૂખ ખાનની આ પહેલી લક્ઝરી આઈટમ નથી, પરંતુ આ પહેલા પણ તે પોતાની 5 કરોડની ઘડિયાળને લઈને ચર્ચામાં રહ્યો છે. હકીકતે ફિલ્મ 'પઠાણ'ના પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાનના હાથમાં બ્લુ કલરની ઘડિયાળ જોવા મળી હતી, જેની કિંમત સાંભળનારાઓના હોશ ઉડી ગયા હતા. એવું કહેવાય છે કે શાહરૂખ ખાનની ઘડિયાળ Audemars Piguetની હતી અને તે Royal Oak Perpetual Calendar ઘડિયાળ છે. જેની કિંમત લગભગ ₹ 4.98 કરોડ (4,98,23,986) છે.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ
જાહેર છે કે, શાહરૂખ ખાનની તાજેતરની ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાંથી બહાર આવ્યા બાદ OTT પર રિલીઝ કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની આગામી ફિલ્મો એટલેની 'જવાન' અને રાજકુમાર રાવની 'ડાંકી' છે. આ બધા સિવાય શાહરૂખ સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં પણ કેમિયો રોલમાં જોવા મળશે.