કરણ જોહરની પાર્ટીમાં 'કોઈ મિલ ગયા' ગીત પર શાહરુખ ખાને કર્યો ડાન્સ, વીડિયો વાયરલ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાને તેની ફિલ્મ 'પઠાણ'ની જાહેરાત કરી ત્યારથી તે સમાચારોમાં છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાને તેની ફિલ્મ 'પઠાણ'ની જાહેરાત કરી ત્યારથી તે સમાચારોમાં છે. તેના ચાહકો હંમેશા કિંગ ખાનની એક ઝલક જોવા માટે ઉત્સુક હોય છે, પરંતુ તેના લેટેસ્ટ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચાહકોને ખુશ કરી દીધા છે.
કરણ જોહરના 50માં જન્મદિવસ પર ગઈકાલે રાત્રે યોજાયેલી પાર્ટીમાં શાહરુખ ખાન પણ પહોંચ્યો હતો. આ પાર્ટી દરમિયાનનો શાહરુખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બ્લેક આઉટફિટમાં શાહરૂખ ખાન 'કોઈ મિલ ગયા' ગીત પર ધૂમ મચાવતો જોઈ શકાય છે. અહીં વીડિયો જુઓ.
View this post on Instagram
શાહરૂખ ખાન લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. ફિલ્મ શૂટ માટે વિદેશ જવાથી લઈને શહેરમાં દેખાવા માટે તે મીડિયાની લાઇમલાઇટથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ કરે છે. તેથી જ ગઈકાલે જ્યારે કરણ જોહની પાર્ટીમાં શાહરૂખ છૂપી રીતે પહોંચ્યો હતો. જો કે, તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાન જાહેરમાં પહોંચ્યા હતા અને પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.
View this post on Instagram