શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં શાહરૂખ ખાને ફેન્સને આપ્યો આ ટાસ્ક, ત્રણ વિજેતાઓને ખુદ કરશે વીડિયો કૉલ
પહેલી માહિતી શેર કરતા શાહરૂખે સોશ્યલ મીડિયા પર લખ્યું- આપણે બધાને લૉકડાઉનમાં થોડો સમય મળ્યો છે. હું ઇચ્છુ છું કે આપણે બધાએ થોડુ કામ કરવુ જોઇએ
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાને શનિવારે પોતાના આગામી વેબ પ્રૉડક્શન હૉરર ફિલ્મ બેતાલના લૉન્ચ પહેલા, લૉકડાઉનમાં પોતાના ફેન્સને એક ખાસ ટાસ્કની જાહેરાત કરી છે. તે ઇચ્છે છે કે લોકો ડરાવની ઇન્ડોર ફિલ્મ બનાવે. ત્રણ વિજેતાઓને સુપરસ્ટારની સાથે વીડિયો કૉલ પર વાત કરવાનો મોકો મળશે.
પહેલી માહિતી શેર કરતા શાહરૂખે સોશ્યલ મીડિયા પર લખ્યું- આપણે બધાને લૉકડાઉનમાં થોડો સમય મળ્યો છે. હું ઇચ્છુ છું કે આપણે બધાએ થોડુ કામ કરવુ જોઇએ, તે પણ મજેદાર, રચનાત્મક અને ડરાવની રીતે.
તેને આગળ લખ્યું- ડરાવના તત્વની સાથે ડરાવની ઇન્ડોર ફિલ્મ બનાવવાનો વિચાર કેવો રહેશે. લોકો પોતાના કામને ટીમ ડિજીટલ રેડ ચિલીઝ ડૉટ કૉમ પર 18 મે સુધી મોકલી શકે છે. મોકલવામાં આવેલી સામગ્રીઓને બેતાલના સહનિર્દેશક પેટ્રિક, ગ્રાહમ, કાસ્ટના સદસ્ય અને અહાના કુમરા અને રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ અને શૉના નિર્માતા ગૌરવ વર્મા જોશે.
શાહરૂખે કહ્યું- ભૂત પણ પોતાની એન્ટ્રી મોકલી શકે છે. આ પરિયોજનામાં શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ, નેટફ્લિક્સ, એસકે ગ્લૉબલ અને બ્લમહાઉસ પ્રૉડક્શન્સ એક સાથે સહયોગ કરી રહ્યાં છે.
ખાસ વાત છે કે, હાલ ફિલ્મોનુ શૂટિંગ બંધ છે, રિલીઝ પણ ટળી ગઇ છે. શાહરૂખ ખાને આગામી નેટફ્લિક્સ વેબ સીરીઝ બેતાલનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement