Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
કચ્છમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતિએ હિન્દુ પરિવારમાં ત્રણ સંતાનનો સંકલ્પ લે એના જ લગ્ન કરાવવાનું કર્યુ આહ્વાન. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર આયોજીત ગીતાજયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથ યાત્રા સાથે પ્રારંભ થયો હતો. જેમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતિએ હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનનો સંકલ્પ લે તેના જ લગ્ન કરાવવા, ત્રણ સંતાનની ના કહે તો લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો અનુરોધ કર્યો. સ્વામીએ એમ પણ કહ્યું કે એક જગ્યાએ સંખ્યા વધી જાય અને એક જગ્યાએ સંખ્યા ઘટી જાય તો તેનો ઉપાય આપણે કરવાનો છે. જે ઉપાય આપણે શોધી કાઢ્યો છે.



















