Aryan Khan: ડ્રગ્સ કેસમાં રાહત બાદ હવે US જશે આર્યન ખાન, જાણો શું છે કારણ
અહેવાલો અનુસાર જેલમાંથી છૂટ્યા પછી આર્યન ખાને OTT પ્લેટફોર્મ માટે વેબ સિરીઝના શો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ શોને આર્યન ખાન પોતે ડિરેક્ટ કરી રહ્યો છે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ જવા રવાના થશે.
Aryan Khan Show: બોલિવૂડના જાણીતા એક્ટર શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે શુક્રવાર રાહતનો શ્વાસ લઈને આવ્યો., 27 મેના રોજ કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ક્લીનચીટ આપવામાં આવી. આર્યન ખાન તેના આગામી પ્રોજેક્ટ માટે ખૂબ જ ટૂંક સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ જશે તેવા સમાચાર આવી રહ્યા છે. આર્યન ખાન માટે છેલ્લું એક વર્ષ ઘણું મુશ્કેલ રહ્યું છે. આ દરમિયાન આર્યને તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. આવી સ્થિતિમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ આર્યન ખાન હવે તેના અટકેલા કામો પૂરા કરવાની તૈયારી કરી રહ્યો છે.
આર્યન ખાન કેમ જશે યુએસ
અહેવાલો અનુસાર જેલમાંથી છૂટ્યા પછી આર્યન ખાને OTT પ્લેટફોર્મ માટે વેબ સિરીઝના શો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ શોને આર્યન ખાન પોતે ડિરેક્ટ કરી રહ્યો છે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ જવા રવાના થશે. આર્યને હાલમાં જ મુંબઈમાં તેના નવા શો માટે સ્ક્રીન ટેસ્ટ રાખ્યો હતો.. જેમાં ઘણા યુવા પ્રતિભાશાળી કલાકારોએ ઓડિશન આપ્યા હતા.
OTT પ્લેટફોર્મ પરથી મંજૂરી
આર્યન ખાને આ વેબ સિરીઝનું લગભગ તમામ કામ પૂર્ણ કર્યું છે. ઉપરાંત, તેને ઓનલાઈન રિલીઝ કરવા માટે એક મોટા OTT પ્લેટફોર્મ સાથે પણ વાટાઘાટો કરી છે. જેના આધારે તે OTT પ્લેટફોર્મે આર્યનની વેબ સિરીઝના પ્રસારણ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સિવાય આર્યન પછી ફિલ્મો અને અન્ય વેબ સિરીઝમાં પણ જોવા મળી શકે છે. જાણવા મળે છે કે ડ્રગ કેસમાં તેનું નામ આવવાને કારણે આર્યનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેને દેશની બહાર જવા દેવામાં આવ્યો ન હતો. હવે એનસીબી દ્વારા જારી કરાયેલા ચાર્જ સીટમાં તેમનું નામ સામેલ નથી. આવી સ્થિતિમાં હવે તેમના પર લાગેલા તમામ નિયંત્રણો પણ જલ્દી હટાવવામાં આવશે.