Shraddha Kapoor: સ્ત્રી 2ની સફળતા બાદ શ્રદ્ધા કપૂરનો જોવા મળ્યો જલવો,આ મામલે PM મોદીને છોડ્યા પાછળ
Shraddha Kapoor: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાની ઉજવણી કરી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
Shraddha Kapoor: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાની ઉજવણી કરી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની જોરદાર કમાણી વચ્ચે શ્રદ્ધા કપૂરની સફળતા પણ આકાશને આંબી રહી છે. તેની અસર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોવા મળી રહી છે. 'સ્ત્રી 2'ની સફળતા વચ્ચે તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. આ મામલે અભિનેત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે.
PM નરેન્દ્ર મોદીને પાછળ છોડીને શ્રધ્ધા કપૂર ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની બાબતમાં ત્રીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય બની ગઈ છે. હવે આ રેસમાં તેના કરતાં માત્ર બે જ લોકો આગળ છે. પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી અને બીજી પ્રિયંકા ચોપરા. શ્રદ્ધાએ પીએમ મોદીને પાછળ છોડી દીધા છે. અભિનેત્રી આ રેસમાં મામૂલી માર્જિનથી આગળ વધી છે. જોકે, X (અગાઉ ટ્વિટર) ફોલોઅર્સની બાબતમાં પીએમ મોદી ઘણા આગળ છે.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ઈન્સ્ટાગ્રામ પર 91.4 ફોલોઅર્સ છે. જ્યારે PM નરેન્દ્ર મોદીને ઈન્સ્ટાગ્રામ પર 91.3 મિલિયન લોકો ફોલો કરે છે. આ મામલામાં ક્રિકેટર વિરાટ કોહલી 271 મિલિયન ફોલોઅર્સ સાથે નંબર વન પર છે. તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનાર ભારતીય છે. તેના પછી અભિનેત્રી પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે, જેના 91.8 મિલિયન ફોલોઅર્સ છે.
શ્રદ્ધા કપૂર પછી આલિયા ભટ્ટ ચોથા નંબર પર છે. તે પછી કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને નેહા કક્કર આવે છે. ફિલ્મ 'સ્ત્રી 2'એ શ્રદ્ધા કપૂરની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો છે. આ ફિલ્મ અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં છે. 'સ્ત્રી 2' એવી પેહલી મહિલા પ્રધાન ફિલ્મ છે, જે તેની રિલીઝના ચોથા દિવસે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પહેલા દિવસે 70 કરોડથી વધુની કમાણી કરી હતી. ત્યારથી તેની કમાણીમાં તેજી આવી રહી છે. તે 15મી ઓગસ્ટે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. મંગળવારે છઠ્ઠા દિવસે ફિલ્મે 25.8 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર 258.09 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો...