શોધખોળ કરો

Sidharth Kiara Wedding Reception: સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા એક નહી લગ્ન બાદ બે રિસેપ્સન આપશે, સામે આવી તારીખ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્નની ઉજવણી શરુ થઈ ગઈ છે.  આજથી પ્રી-વેડિંગ સેલિબ્રેશન જેમ કે હલ્દી, મહેંદી અને સંગીત સાથે શરૂ થયું છે.

Sidharth Malhotra Kiara Advani Wedding Reception: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્નની ઉજવણી શરુ થઈ ગઈ છે.  આજથી પ્રી-વેડિંગ સેલિબ્રેશન જેમ કે હલ્દી, મહેંદી અને સંગીત સાથે શરૂ થયું છે.  કિઆરા અડવાણી લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગામાં જોવા મળશે. લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બે રિસેપ્શન આપશે, એક દિલ્હીમાં અને બીજું મુંબઈમાં.

ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, કપલ 12 ફેબ્રુઆરીના રોજ તેમના રિસેપ્શનમાં મહેમાન તરીકે હાજરી આપવા મીડિયાને આમંત્રણ આપશે. ભૂતકાળમાં, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવી સેલિબ્રિટીઓએ મીડિયા સાથે તેમના લગ્નની ઉજવણી જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાજસ્થાનમાં તેમના લગ્ન માટે, કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા દ્વારા હોટલમાં નો-ફોન  લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે મહેમાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીરો શેર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

કેટલાક વર્ષો સુધી ડેટિંગ કરવા છતાં, સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. સિદ્ધાર્થ અને કિયારાનો ઓનસ્ક્રીન રોમાંસ 'શેરશાહ'થી શરૂ થયો હતો અને આ જોડીએ કેમેરાની બહાર તેમની લવ સ્ટોરી ચાલુ રાખી હતી. આ કપલ એક પરિણીત યુગલ તરીકે તેમના પ્રથમ લગ્નના ફોટા સાથે તેમના રોમાંસની જાહેરાત કરશે. 

લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા

આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી. 100 થી વધુ ખાનગી સિક્યોરિટી ગાર્ડ હોટલની સુરક્ષા સહિતની સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યા છે. બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો આ લગ્નનો ભાગ બનશે. 

અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો હતો

કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી આ ખાસ દિવસે તેમનું આવવું હિતાવહ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget