Salman Khan Hospitalized: સલમાન ખાનને સાપે ડંખ માર્યો, હોસ્પિટલમાં થયો દાખલ
Snake Bites Salman Khan: સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી
Snake Bites Salman Khan બોલિવૂડ એક્ટર સલમાન ખાનના (Salman Khan) ચાહકો માટે માઠા સમાચાર છે. દબંગ ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં (Salman Khan Farmhouse) સલમાન ખાનને રાત્રે સાપ કરડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
સારવાર બાદ સલમાન ખાન આજે સવારે 9 વાગે પોતાના પનવેલ ફાર્મહાઉસ પરત ફર્યો હતો. સલમાન ખાનની હાલત ખતરાની બહાર છે અને તે આરામ કરી રહ્યો છે. હાલમાં સલમાન ખાનની હાલત સારી હોવાનું કહેવાય છે. હાલ તે ફાર્મહાઉસ પર છે.
આ સમાચાર બાદ સલમાન ખાનના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. જોકે ચાહકો માટે રાહતની વાત છે કે સલમાનના સ્વાસ્થ્યને કોઈ ખતરો નથી.
આવતીકાલે છે બર્થ ડે
27 ડિસેમ્બરે સલમાન ખાનનો 56મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ હશે કે સલમાન ખાન ભવ્ય ઉજવણી કરશે, પછી તે તેના ફાર્મહાઉસ પર આરામ કરશે. ક્રિસમસની ઉજવણી કરવા માટે સલમાન પરિવાર અને મિત્રો સાથે તેના ફાર્મ હાઉસ પહોંચ્યો હતો. આ વિસ્તાર પહાડો અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે.