કાર્યક્રમમાં થયેલી મારામારી મામલે Sonu Nigamએ તોડ્યું મૌન, કહ્યું- 'તે વ્યક્તિ જબરજસ્તી...
Sonu Nigam: ગઈકાલે રાત્રે એક ઈવેન્ટ દરમિયાન મુંબઈમાં સોનુ નિગમ અને તેની ટીમ સાથે મારામારી થઈ હતી. આ ઘટનામાં સોનુના માર્ગદર્શકનો પુત્ર રબ્બાની ખાન ઘાયલ થયો છે.
Sonu Nigam Attacked: ગઈકાલે રાત્રે મુંબઈમાં એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન ગાયક સોનુ નિગમ અને તેની ટીમ સાથે ઝપાઝપીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઝપાઝપીમાં સોનુના માર્ગદર્શક ગુલામ મુસ્તફા ખાનનો પુત્ર અને તેના નજીકના મિત્ર રબ્બાની ખાન અને તેના બોડીગાર્ડને ઇજા પહોંચી છે. ત્યારે હવે સોનુ નિગમે આ મામલે મૌન તોડ્યું છે.
હુમલા બાદ સોનુ નિગમે શું કહ્યું?
હુમલા બાદ સોનુ નિગમે મીડિયા સાથે વાત કરી અને ખુલાસો કર્યો કે તેણે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ANIના અહેવાલ અનુસાર સોનુએ કહ્યું, “હું કોન્સર્ટ પછી સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ સ્વપ્નિલ પ્રકાશ ફતેરપેકરે મને પકડી લીધો. ત્યારબાદ તેણે મને બચાવવા આવેલા હરી અને રબ્બાનીને ધક્કો માર્યો હતો. તે બાદ હું સીડી પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે."
After the concert, I was coming down from stage when a man Swapnil Prakash Phaterpekar held me. Then he pushed Hari & Rabbani who came to save me. Then I fell on steps. I filed a complaint so that people should think about forcefully taking selfies & causing scuffle: Sonu Nigam https://t.co/RVFONXeQ79 pic.twitter.com/JxtfCVIaQj
— ANI (@ANI) February 20, 2023
આ મામલે પોલીસે શું કહ્યું?
મુંબઈની જેન હોસ્પિટલમાં સોનુ પોલીસને મળ્યાની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ ઝોન 6ના ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું, “સોનુ નિગમ લાઈવ કોન્સર્ટ પછી સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ તેને પકડી લીધો. વાંધો ઉઠાવ્યા બાદ તેણે સોનુ નિગમ અને તેની સાથેના અન્ય બે લોકોને સીડી પરથી ધક્કો માર્યો હતો. જેમાં બે પૈકી એકને ઈજા થઈ હતી. આરોપીનું નામ સ્વપ્નિલ ફાટેરપેકર છે.
Police register case in scuffle during singer Sonu Nigam's concert in Mumbai's Chembur, say one booked
— ANI Digital (@ani_digital) February 20, 2023
Read @ANI Story |https://t.co/jORqgubIK7#sonunigam #scuffle #chembur pic.twitter.com/UT2f786jO9
એક આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું, “સોનુ નિગમ સાથેની વાતચીત મુજબ, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં ન હતી, તે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. આ પછી સ્વયંસેવકોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એફઆઈઆરમાં ફક્ત એક જ નામ છે, તે માત્ર એક જ કેસ છે જ્યાં સિંગરને આરોપીઓએ તેનો ફોટો પાડવાના ઈરાદાથી પકડ્યો હતો."