(Source: ECI/ABP News/ABP Majha)
Surya Kiran Death: 'બિગ બોસ તેલુગુ' ફેમ સૂર્ય કિરણનું નિધન, માત્ર 51 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ફિલ્મ નિર્માતા અને બિગ બોસ તેલુગુ ફેમ સૂર્ય કિરણનું માત્ર 51 વર્ષની વયે નિધન થયું છે. સૂર્ય જોન્ડિસ સામે લડી રહ્યા હતા અને સોમવારે આ રોગ સામે લડતી વખતે જીવનની લડાઈ હારી ગયા.
Surya Kiran Death: ફિલ્મ નિર્માતા અને બિગ બોસ તેલુગુ ફેમ સૂર્ય કિરણનું માત્ર 51 વર્ષની વયે નિધન થયું છે. સૂર્ય જોન્ડિસ સામે લડી રહ્યા હતા અને સોમવારે આ રોગ સામે લડતી વખતે જીવનની લડાઈ હારી ગયા. તેમના પ્રવક્તાએ આ માહિતી ફેસબુક પર પોસ્ટ કરી છે.
X પર પોસ્ટ કરતી વખતે, PRO સુરેશે લખ્યું- 'ડિરેક્ટર સૂર્ય કિરણનું જોન્ડિસના કારણે નિધન થયું છે. તેણે સત્યમ, રાજુભાઈ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેઓ બિગ બોસ તેલુગુનો સ્પર્ધક પણ રહી ચૂક્યા છે. ઓમ શાંતિ.' પીઆરઓ સુરેશે તેલુગુમાં પણ પોસ્ટ કરી અને લખ્યું, ડાયરેક્ટર સૂર્ય કિરણનું બીમારીના કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.
અહેવાલો અનુસાર, દિગ્દર્શકે આજે, સોમવારે, 11 માર્ચે તેમના ચેન્નાઈના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેના પરિવારની સાથે ઈન્ડસ્ટ્રીમાં પણ દુઃખનું વાતાવરણ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
Director #SuryaKiran has passed away due to jaundice.
— Suresh PRO (@SureshPRO_) March 11, 2024
He directed telugu films, Satyam, Raju Bhai and a few others. He was also a former contestant on Biggboss Telugu.
Om Shanti. pic.twitter.com/CrDctCs9UZ
આ ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું
સૂર્ય કિરણ માત્ર ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જ નથી રહ્યા પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. તેમણે બાળ કલાકાર તરીકે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 1981માં રિલીઝ થયેલી 'કદલ મીંગલ', 'મંગમ્મા સબાધમ', 'મનીથાન', 'સ્વયમ ક્રુષિ' અને 'કેદી નંબર 786'માં જોવા મળ્યા હતા.
આ ફિલ્મોનું નિર્દેશન કર્યું
નિર્દેશક તરીકે સૂર્ય કિરણની પહેલી ફિલ્મ 'સત્યમ' હતી જે વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સુમંત અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ જોરદાર હિટ રહી અને 150 દિવસથી વધુ સમય સુધી સ્ક્રીન પર રહી. સત્યમ સિવાય સૂર્યાએ 'બ્રહ્માસ્ત્રમ', 'રાજુ ભાઈ' અને 'ચેપ્ટર 6' જેવી ફિલ્મોનું પણ નિર્દેશન કર્યું છે. વર્ષ 2020 માં, તે બિગ બોસ તેલુગુની સીઝન 4 માં જોવા મળ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial