Sushant Case : સુશાંતના મોત મામલે સનસની દાવો કરનાર રૂપકુમારે હવે પોર્ટમાર્ટમ કરનાર ડોક્ટરને લઈને કહ્યું કે...
રૂપકુમાર શાહને હવે આ દાવા અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. અહેવાલ મુજબ, રૂપકુમાર શાહને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેમણે તેમના જવાબો પર મૌન સેવ્યું હતું.
Sushant Singh Rajput Murder Mystery : અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુને લઈને કૂપર હોસ્પિટલમાં કામ કરતા રૂપકુમાર શાહે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો. રૂપકુમાર શાહે દાવો દાવો કર્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નહોતી કરી પરંતુ અભિનેતાની હત્યા કરવામાં આવી હતી. સુશાંતના શરીરે અનેક જગ્યાએ માર માર્યાના નિશાન હોવાનો પણ ધડાકો રૂપકુમારે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હવે રૂપકુમારે આ મામલે મૌન સેવી લીધું છે.
રૂપકુમાર શાહે દાવો કરતા કહ્યું હતું કે, જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે મેં જાતે જ તેનો મૃતદેહ જોયો હતો. દિવંગત નેતાના ગળાથી હાથ-પગ સુધી ઈજાના નિશાન હતા અને તે આત્મહત્યા હોવાનું જણાતું નહોતું. રૂપકુમાર શાહના આ દાવા બાદ સર્વત્ર સનસનાટી મચી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી તેના મૃત્યુનું રહસ્ય વણઉકલ્યું છે. સીબીઆઈ હજુ પણ આ કેસની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે રૂપકુમાર શાહે આગળ આવીને સુશાંતની હત્યાનો દાવો કર્યો તો સૌકોઈ ચોંકી ઉઠ્યાં હતાં.
રૂપકુમાર શાહને હવે આ દાવા અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. અહેવાલ મુજબ, રૂપકુમાર શાહને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેમણે તેમના જવાબો પર મૌન સેવ્યું હતું.
રૂપકુમાર શાહનો ગોળ ગોળ જવાબ
જ્યારે રૂપકુમાર શાહને પૂછવામાં આવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર કોઈ સવાલ કેમ ઉઠાવ્યા નહીં? આ અંગે રૂપકુમાર શાહ પાસે કોઈ જવાબ નહોતો. જ્યારે રૂપકુમારને સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે. તેને ડૉક્ટરોના નામ યાદ નથી. તે સમયે ડોકટરોએ કોવિડ કીટ પહેરેલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યો નહોતો.
સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર વિશે રૂપકુમારે કહ્યું કે...
રૂપકુમાર શાહે દાવો કરતી વખતે કહ્યું હતું કે, જો સીબીઆઈ તેમને પૂછપરછ માટે બોલાવશે તો તેઓ ચોક્કસ જઈને આખી વાત કહેશે. પણ હવે તેની પાસે પૂછાયેલા એક પણ સવાલનો જવાબ નહોતો. રૂપકુમાર શાહે કહ્યું હતું કે, સુશાંતના હાડકાં તૂટી ગયાં હતાં. તેના પગનું હાડકું પણ ભાંગી ગયું હતું અને તેના ચહેરાને જોતા એવું લાગતું હતું કે જાણે તેને મુક્કા મારવામાં આવ્યા હોય. આ અંગે જ્યારે રૂપકુમાર શાહને પૂછવામાં આવ્યું કે શું આ બાબતો સુશાંતના પરિવારના સભ્યો અને બહેનોએ ધ્યાનમાં નથી લીધી? તો રૂપકુમાર કોઈ જવાબ આપી શક્યો નહોતો. રૂપકુમારને એ પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, સુશાંતનું મોત કયા કારણોસર થઈ જેના પર તેના પરિવારના કોઈપણ સભ્યોએ હજી સુધી શંકા વ્યક્ત કરી નથી. આ અંગે રૂપકુમારે કહ્યું હતું કે, તેના પરિવારને કદાચ આ વિશે ખબર નહીં હોય.
રૂપકુમાર શાહ અઢી વર્ષ સુધી મૌન કેમ રહ્યો?
રૂપકુમાર શાહે અઢી વર્ષ પછી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર આગળ આવીને બોલવાની હિંમત દેખાડી હતી. અઢી વર્ષ સુધી તે ચૂપ કેમ રહ્યો? આ સવાલના જવાબમાં પણ તે મૌન રહ્યો હતો. તે કોઈ સીધો જવાબ આપી શક્યો નહોતોઅને માત્ર એટલું જ કહ્યું હતું કે, તેમને મહારાષ્ટ્રની તત્કાલીન સરકાર પર વિશ્વાસ નહોતો.
બીજી તરફ રૂપકુમાર શાહના દાવા બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સીબીઆઈને આ કેસમાં ક્લોઝર આપવાની સાથો સાથ તેમજ રૂપકુમારની સુરક્ષાની માંગણી કરી હતી. અભિનેતા શેખર સુમને પણ આગળ આવીને સીબીઆઈને આ કેસમાં અભિનેતા અને રૂપકુમારની સુરક્ષાને ન્યાય આપવાની માંગ કરી છે.