શોધખોળ કરો

સુશાંતે આપઘાત પહેલાં છેલ્લો ફોન કોને કર્યો હતો? પોલીસ તપાસમાં બહાર આવી વિગત

એક્ટર છેલ્લા કેટલાય સમયથી તણાવ અને ડિપ્રેશનમાં હતો. જોકે, આ બધાની વચ્ચે હવે પોલીસને તપાસ દરમિયાન તેના ફોન કૉલની ડિટેલ મળી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ગઇકાલે પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી, આત્મહત્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો તેમાં કેટલીક ખાસ મહત્વની માહિતી સામે આવી, એક્ટર છેલ્લા કેટલાય સમયથી તણાવ અને ડિપ્રેશનમાં હતો. જોકે, આ બધાની વચ્ચે હવે પોલીસને તપાસ દરમિયાન તેના ફોન કૉલની ડિટેલ મળી છે. કેટલાંક રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે સુશાંતને તેના નોકરે સવારે સાડા નવ વાગે જ્યૂસ આપ્યો હતો. એક કલાક બાદ જ્યારે નોકરે ભોજન માટે પૂછ્યું તો એક્ટરે દરવાજો ખોલ્યો નહોતો. આ સમય દરમિયાન ઘરમાં ત્રણ લોકો જ હાજર હતાં. નોકર, ક્રિએટિવ મેનેજર તથા અન્ય એક વ્યક્તિ. ત્યારબાદ સુશાંતની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. પછી ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો. અંદાજે ચાર કલાક બાદ આ લોકોની હાજરીમાં શબને ફંદા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. રિપોર્ટના મતે, સાડા નવથી સાડા દસની વચ્ચે એટલે કે એક કલાકની અંદર જ સુશાંતે આત્મહત્યા કરી હતી. સુશાંતે આપઘાત પહેલાં છેલ્લો ફોન કોને કર્યો હતો? પોલીસ તપાસમાં બહાર આવી વિગત સુશાંતની બૉડીને સૌ પહેલાં તેના નોકરે પંખા સાથે લટકતી હાલતમાં જોઈ હતી. પછી પોલીસને માહિતી આપી હતી. કહેવાય છે કે નોકરે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દરવાજો તૂટ્યો નહીં તો એક્ટરના મેનેજરે ચાવીવાળાને બોલાવ્યો હતો. પછી દરવાજો ખોલવામાં આવ્યો હતો. પોલીસે ચાવીવાળાનું નિવેદન નોંધ્યું છે. સુશાંતે છેલ્લીવાર પોતાના મિત્રને કૉલ કર્યો હતો. તે કોણ હતું અને કૉલનો સમય શું હતો, તેની માહિતી પોલીસે આપી નથી. અભિનેતાના પાર્થિવ દેહની આજે અંતિમ સંસ્કાર વિધિ મુંબઇમાં જ કરાશે. ગઇકાલે મુંબઇની કપૂર હોસ્પિટલમાં સુશાંતનો પાર્થિવ દેહ 4 વાગ્યે લાવવામા આવ્યો હતો. મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ડોક્ટર્સે તેના વાઇટલ ઓર્ગન્સને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે. અમુક રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Embed widget