શોધખોળ કરો
Advertisement
સુશાંત મૃત્યુ કેસઃ લૉ સ્ટૂડન્ટે CBIની તપાસની માંગ કરતી અરજી કરી, સુપ્રીમ કોર્ટે પુછ્યુ- Who are you?
અરજીકર્તાએ કહ્યું કે, ભલામણ બિહાર સરકારે કરી છે, મહારાષ્ટ્ર સરકારે નથી કરી. આના પર CJI એ પુછ્યું કે તમે કોણ છો? તમારો કેસ સાથે કોઇ સંબંધ નથી, મૃતકના પિતા કેસ લડી રહ્યાં છે
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસની માંગ કરતી વધુ એક PIL પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. જનહિત અરજી પર એક લૉ સ્ટૂડન્ટે દાખલ કરી હતી. આના પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ (CJI) એસએ બોબડેએ કહ્યું કે કેન્દ્રએ જાણકારી આપી છે કે તપાસ CBI ને સોંપવામાં આવી ચૂકી છે.
અરજીકર્તાએ કહ્યું કે, ભલામણ બિહાર સરકારે કરી છે, મહારાષ્ટ્ર સરકારે નથી કરી. આના પર CJI એ પુછ્યું કે તમે કોણ છો? તમારો કેસ સાથે કોઇ સંબંધ નથી, મૃતકના પિતા કેસ લડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે સીબીઆઇને સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સોંપી દીધી છે. સીબીઆઇએ ગુરુવારે અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.
ઇડીએ પણ આ બાબતે કેસ નોંધ્યો છે. આ કેસમાં તપાસ એજન્સી આજે રિયા ચક્રવર્તી સાથે પુછપરછ કરી રહી છે. મુંબઇ ઉપનગર બ્રાન્દ્રાના પોતાના એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંતની આત્મહત્યા એક મિસ્ટ્રી બની ગઇ છે. સુશાંત કેસને સૉલ્વ કરવા માટે મુંબઇ અને પટના એમ બે રાજ્યોની પોલીસ તપાસમાં લાગી છતાં કોઇ સત્ય બહાર આવી શક્યુ નહીં, હવે કે બિહાર સરકારની ભલામણના કારણે સીબીઆઇ પાસે પહોંચી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
Advertisement