March 2023 Movies: માર્ચ મહિનામાં થશે આ 4 ફિલ્મો, જાણો હવે કોણ બનશે બોક્સ ઓફિસ કિંગ?
શહેજાદા અને સેલ્ફી આ બંને મોટા સ્ટાર્સની મોટી ફિલ્મો હતી. આ ફિલ્મો ન તો વિવેચકોનું દિલ જીતી શકી અને ન તો દર્શકોનું જેથી દર્શકોની નજર હવે માર્ચમાં રિલીઝ થનારી 4 મોટી ફિલ્મો પર છે.
March 2023 Movies: પઠાણ ફિલ્મ પછી રિલિઝ થયેલી કોઈ પણ ફિલ્મ હાલ ચાલી રહી નથી. 30 માર્ચે આવનારી ભોલામાં અજય દેવગનનું જબરદસ્ત એક્શન જોવા મળશે. ટ્રેન્ડ એનાલિસિસનો અંદાજ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાઈ કરશે. દ્રષ્ટિમ 2 ના સુપર સક્સેસ પછી, દર્શકોમાં અજયની ફિલ્મોને લઈને ઉત્સાહ વધ્યો છે.
પઠાણ પછી રિલિઝ થયેલી ફિલ્મનો નથી મળ્યો સારો પ્રતિસાદ
2023ની શરૂઆતમાં પઠાણે બોક્સ ઓફિસ પર એવી ધૂમ મચાવી કે લાંબા સમયથી સુની પડેલ બોક્સ ઓફિસમાં જાણે જીવ આવ્યો હોય. પઠાણ પછી આવેલી તમામ હિન્દી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ચાલી નથી તેમાં કાર્તિક આર્યનની શહેઝાદા અને અક્ષય કુમાર-ઇમરાન હાશ્મીની સેલ્ફી પણ સામેલ છે.
‘ભોલા’ને લઈને ચાહકોમાં ઉત્સુકતા
શહેજાદા અને સેલ્ફી આ બંને મોટા સ્ટાર્સની મોટી ફિલ્મો હતી. આ ફિલ્મો ન તો વિવેચકોનું દિલ જીતી શકી અને ન તો દર્શકોનું જેથી દર્શકોની નજર હવે માર્ચમાં રિલીઝ થનારી 4 મોટી ફિલ્મો પર છે. આ ચાર ફિલ્મોમાંથી ચાહકો અજય દેવગનની ભોલાની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે. ભોલા 30 માર્ચે સિલ્વર સ્ક્રીન પર આવશે.
ભોલા જબરદસ્ત કમાણી કરી શકે છે
આ ફિલ્મમાં અજય દેવગનનું જબરદસ્ત એક્શન જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટનું અનુમાન છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે. દ્રષ્ટિમ 2 ની સુપર સક્સેસ પછી, દર્શકોમાં અજયની ફિલ્મોને લઈને ઘણી ઉત્સુકતા છે. અજય બોક્સ ઓફિસ કિંગ કેમ બની શકે છે તે જણાવતા પહેલા, ચાલો જાણીએ માર્ચમાં રિલીઝ થનારી મોટી ફિલ્મો વિશે.
માર્ચમાં રિલીઝ થશે આ મોટી ફિલ્મો
મહિનાની શરૂઆતમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ લઈને આવી રહ્યા છે. આ દિવસોમાં બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આ ફિલ્મને લઈને ચાહકોમાં કોઈ ખાસ ચર્ચા નથી. તેમજ આ ફિલ્મના ગીતો કે તેનું ટ્રેલર પણ લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરી શક્યું નથી.
મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે 17 માર્ચે રિલીઝ થશે
‘તુ જૂઠી મેં મક્કાર’ પછી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે 17 માર્ચે રિલીઝ થશે. જ્યારથી રાની મુખર્જીની ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી લોકો રાનીના દિવાના બની ગયા છે. તેણે ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. રાનીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તેવી આશા છે.
કપિલ શર્માની Zwigato 17 માર્ચે થશે રિલીઝ
કોમેડી કિંગ કપિલ શર્માની Zwigato 17 માર્ચે જ રિલીઝ થશે. બંને ફિલ્મો વચ્ચે સારી સ્પર્ધા જોવા મળી શકે છે. કારણ કે બંનેના કન્ટેન્ટ યુનિક છે.
શું અજયની ભોલા બોક્સ ઓફિસ પર છવાશે ?
30 માર્ચે અજય દેવગન તેના ભોલા ફિલ્મને લઈને આવશે. આ ફિલ્મનું નિર્દેશન અજય દેવગણે કર્યું છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ કૈથીની રિમેક છે. કૈથી સુપર ડુપર હિટ રહી હતી. ભોલામાં અજય દેવગનની લકી ચાર્મ તબ્બુ જોવા મળશે. બંનેએ સાથે કરેલી ફિલ્મોએ ધૂમ મચાવી છે.
ભોલાના ટ્રેલર અને ગીતોને સારો પ્રતિસાદ મળ્યો છે. આમાં અજય દેવગનનો ઉગ્ર અવતાર જોવા મળશે. ફિલ્મને તેની રિલીઝથી જે પ્રતિસાદ મળી રહ્યો છે. તેને જોઈને લાગે છે કે પઠાણ પછી અજય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.
બોક્સ ઓફિસ પર 150 કરોડનું કલેક્શન કરવાની શક્યતા
એવી શક્યતા છે કે ભોલા ભારતીય બોક્સ ઓફિસ પર 150 કરોડનું કલેક્શન કરી શકે છે. અને તે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરશે. એક્શન થ્રિલર અંગે કરવામાં આવેલી આ આગાહી કેટલી સાચી છે. એ તો તેની રજૂઆત બાદ જ ખબર પડશે. માર્ચ મહિનામાં બોક્સ ઓફિસ પર અજય અને રણબીર કપૂરની ફિલ્મોમાંથી કોની ફિલ્મ કોને પછાડે છે તે જોવું રસપ્રદ રહેશે.