The Kerala Story BO Day 10: બોક્સ ઓફિસ પર 'ધ કેરલા સ્ટોરી'ની ધમાલ, સંડે પણ કર્યું રેકોર્ડ તોડ કલેકશન
The Kerala Story Box Office: 'The Kerala Story'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે 10મા દિવસે પણ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
The Kerala Story BO Day 10: અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી' તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ઘણા રાજકીય પક્ષોએ આ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને તેના પર પ્રતિબંધની માંગ પણ કરી હતી. જોકે તેમ છતાં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સાથે જ ફિલ્મ ટિકિટ બારી પર પણ જોરદાર કલેક્શન કરી રહી છે. પહેલા વીકેન્ડમાં ધમાલ મચાવ્યા બાદ 'ધ કેરલા સ્ટોરી' એ બીજા વીકએન્ડ પર પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. આવો અહીં જાણીએ કે બીજા રવિવારે ફિલ્મનું કલેક્શન કેટલું રહ્યું છે.
'ધ કેરલા સ્ટોરી'એ 10મા દિવસે કેટલી કમાણી કરી?
'ધ કેરલા સ્ટોરી'ની શરૂઆત સારી હતી. આ પછી ફિલ્મે બોક્સ ઓફિસ પર જે ઝડપ પકડી હતી તે હવે વધુ વધી રહી છે. આલમ એ છે કે સિનેમાઘરોમાં ફિલ્મને ભારે દર્શકો મળી રહ્યા છે. તેની સાથે 'ધ કેરલા સ્ટોરી'નું કલેક્શન પણ દરરોજ વધી રહ્યું છે. ફિલ્મના બીજા રવિવાર અથવા રિલીઝના 10મા દિવસે શરૂઆતના આંકડા પણ આવી ગયા છે.
સકનિલ્કના રિપોર્ટના અનુમાનિત આંકડાઓ અનુસાર બીજા રવિવારે એટલે કે 10માં દિવસે 'ધ કેરલા સ્ટોરી'ની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે લગભગ 23 કરોડનું કલેક્શન કર્યું. જોકે, સત્તાવાર આંકડાઓ આવ્યા બાદ કલેક્શનના આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ સાથે 'ધ કેરલા સ્ટોરી'ની કુલ કમાણી હવે 135.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ફિલ્મે 9 દિવસમાં 100 કરોડનો જાદુઈ આંકડો કર્યો પાર
તમામ વિવાદોથી ઘેરાયેલી 'ધ કેરલા સ્ટોરી' દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મે રિલીઝના 9 દિવસમાં 100 કરોડનો જાદુઈ આંકડો પણ પાર કરી લીધો છે. આ સાથે આ ફિલ્મ વર્ષ 2023ની ચોથી શતક લગાવવાવાળી ફિલ્મ બની ગઈ છે. અગાઉ પઠાણ, તુ જૂઠી મેં મક્કાર અને કિસી કા ભાઈ કિસી કી જાન એવી ફિલ્મો છે જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.
'ધ કેરલા સ્ટોરી'ની સ્ટાર કાસ્ટ
સુદીપ્તો સેને 'ધ કેરલા સ્ટોરી' લખી અને દિગ્દર્શિત પણ કરી છે. ફિલ્મની વાર્તા 3 બિન-મુસ્લિમ મહિલાઓની આસપાસ ફરે છે જેમનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી સંગઠન ISISમાં સામેલ કરવામાં આવી હતી. ફિલ્મમાં અદા શર્મા ઉપરાંત યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.