Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple Stampede: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતાની સાથે જ ભીડ કાબૂ બહાર ગઈ.

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 4 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતાં તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટર પર અરાજકતા ફેલાઈ ગઈ હતી.
Andhra Pradesh CM Chandrababu Naidu expressed his deep shock over the death of 4 devotees in the stampede that took place near Vishnu Niwasam in Tirupati for darshan tokens at Tirumala Srivari Vaikuntha Dwara: Andhra Pradesh CMO https://t.co/NAXv23jyw1
— ANI (@ANI) January 8, 2025
નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે કતારમાં ઉભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે થયેલી ભાગદોડમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી અનિતાએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિતાએ તિરુપતિ જિલ્લાના એસપી સુબ્બારાયાડુ સાથે ફોન પર વાત કરી અને વિગતવાર માહિતી લીધી.
સીએમ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, હું માનનીય ગૃહ પ્રધાનને રૂઇયા હોસ્પિટલના ઇમરજન્સી સેવા વિભાગમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા વિનંતી કરું છું. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ગૃહ પ્રધાને મહિલાઓ, બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે.
જગન મોહન રેડ્ડીએ ભક્તોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
વાયએસઆરસીપીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ નાસભાગમાં ભક્તોના દુ:ખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને સરકારને વિનંતી કરી કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત ભક્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો....
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
