![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'નટુકાકા' ઘનશ્યામ નાયકની છેલ્લી ઈચ્છા શું હતી ? આ ઈચ્છા પૂરી કરીને કરાયા અંતિમ સંસ્કાર, ટપુએ કર્યો ખુલાસો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી નટુકાકા નામે ફેમસ થયેલા ઘનશ્યામ નાયકની એક અંતિમ ઇચ્છા હતી. જેને અંતિમ વિધિ પહેલા આ રીતે પુરી કરાઇ હતી.
!['નટુકાકા' ઘનશ્યામ નાયકની છેલ્લી ઈચ્છા શું હતી ? આ ઈચ્છા પૂરી કરીને કરાયા અંતિમ સંસ્કાર, ટપુએ કર્યો ખુલાસો 'TMKOC' actor Ghanashyam Nayak aka Nattu Kaka was cremated with his makeup on as per his last wish, reveals last wish Samay Shah 'નટુકાકા' ઘનશ્યામ નાયકની છેલ્લી ઈચ્છા શું હતી ? આ ઈચ્છા પૂરી કરીને કરાયા અંતિમ સંસ્કાર, ટપુએ કર્યો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/52ff971418754777e0c4a046d7dc40d8_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'TMKOC'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી નટુકાકા નામે ફેમસ થયેલા ઘનશ્યામ નાયકે દુનિયાને અલવિદા કહી દીધું. 3 ઓક્ટોબરે કેન્સરની બીમારીના કારણે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગત વર્ષે કેન્સરનું નિદાન થયું હતું અને કિમોથેરેપી બાદ તેમની તબિયતમાં સુધાર હતો.
તેમના નિધનના સમાચાર સાંભળતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ તેમની અંતિમ વિદાય આપવા અને અંતિમ દર્શન માટે પહોંચ્યાં. મુનુમુન મુન દત્તા. ભવ્ય ગાંધી, દિલીપ જોશી, શો મેકર્સ અસિત મોદી સહિતની ટીમ હાજર રહી હતી અને નટુકાકાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા સમય શાહે ઘનશ્યામ નાયકની અંતિમ ઇચ્છા વિશે વાત કરી હતી. સમય શાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ગોગીની ભૂમિકા અદા કરી રહ્યાં છે. તેમણે ઘનશ્યામ નાયકની અંતિમ ઇચ્છા શેર કરી હતી
શું હતી ઘનશ્યામ નાયક ‘નટુકાકા’ની અંતિમ ઇચ્છા
એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુંમાં સમય શાહે કહ્યું કે, “ઘનશ્યામ નાયક ‘નટુકાકા’ જિંદગીના અંતિમ શ્વાસ સુધી કામ કરતા ઇચ્છતા હતા, કિમોથેરેપી બાદ શરીર નબળું પડી ગયું હોવા છતાં પણ તેઓ સેટ પર આવ્યાં હતી અને શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. નટુકાકાની અંતિમ ઇચ્છા હતી કે, તેઓ મેકઅપ સાથે અંતિમ શ્વાસ લે અને મેક સાથે જ તેમને અંતિમ વિદાય કરવામાં આવે. તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે નટુકાકાના પાર્થિવ ચહેરાને મેકઅપ કરવામાં આવ્યો હતો અને મેકઅપ સાથે જ તેમને અંતિમ વિદાય અપાઇ હતી”
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયક કેન્સર સામે જંગ હારી ગયા. છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો તે સમયે કિમોથેરેપી બાદ તેમના વાળ જતાં રહ્યાં હતા અન ચહેરો પણ નિશ્ચતેજ થઇ ગયો છે. તેમના બદલાયેલા આ લૂકથી ફેન્સ દુ:ખી થઇ ગયા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. તેમન આ બદલાયેલા લૂકના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)