શોધખોળ કરો

અનુષ્કા શર્માના ભાઈ સાથે બ્રેકઅપ બાદ કોને ડેટ કરે છે તૃપ્તિ ડિમરી ? આ બિઝનેસમેન સાથે જોડાયુ નામ! 

ફિલ્મ એનિમલમાં શાનજાર અભિનય કરી ફેમસ થયેલી તૃપ્તિ ડિમરી આજે નેશનલ ક્રશ બની ગઈ છે. રણબીર કપૂર સાથેની તેની કેમેસ્ટ્રીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.

Tripti Dimri Relationship: ફિલ્મ એનિમલમાં શાનજાર અભિનય કરી ફેમસ થયેલી તૃપ્તિ ડિમરી આજે નેશનલ ક્રશ બની ગઈ છે. રણબીર કપૂર સાથેની તેની કેમેસ્ટ્રીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આ દરમિયાન અભિનેત્રીના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક અમીર બિઝનેસમેનને ડેટ કરી રહી છે.

તૃપ્તિ ડિમરી તેના અફેરને કારણે ફિલ્મી દુનિયામાં ઘણી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માને પણ ડેટ કરી ચૂકી છે. તૃપ્તિનું નામ કર્ણેશ સાથે જોડાયું હતું જ્યારે તે તેની પ્રોડક્શન 'બુલબુલ'માં જોવા મળી હતી. આ પછી તૃપ્તિએ કર્ણેશની ફિલ્મ કાલામાં પણ કામ કર્યું.

કર્ણેશ શર્મા અને તૃપ્તિ ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં બંનેના રોમેન્ટિક ફોટોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, તૃપ્તિ કે કર્ણેશે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. થોડા મહિના પહેલા તેમના બ્રેકઅપના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. જોકે, બ્રેકઅપનું કારણ બહાર આવ્યું નથી. હવે કર્ણેશ સાથેના બ્રેકઅપ બાદ તૃપ્તિનું નામ કોઈ અન્ય સાથે જોડવામાં આવી રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

આ દિવસોમાં તૃપ્તિ ડિમરીનું નામ બિઝનેસમેન સેમ મર્ચન્ટ સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ તૃપ્તિએ એક ફંક્શનમાં હાજરી આપી હતી, જ્યાંથી તેની એક તસવીર વાયરલ થઈ રહી છે. ફોટામાં  તે સફેદ આઉટફિટમાં સેમ સાથે પોઝ આપતી જોવા મળી હતી.

ફોટા વાયરલ થયા બાદ તેમના અફેરના સમાચારો ફેલાવા લાગ્યા હતા. સેમ એક બિઝનેસમેન છે જે ગોવામાં એક રેસ્ટોરન્ટ ધરાવે છે. જો કે, સેમ અને તૃપ્તિ વચ્ચે ખરેખર કોઈ સંબંધ છે કે પછી તે માત્ર અફવા છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

'એનિમલ'ની સ્ટારકાસ્ટ

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'એનિમલ' પિતા-પુત્રના સંબંધોની રસપ્રદ વાર્તા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને અનિલ કપૂરે પિતા-પુત્રની ભૂમિકા ભજવી છે. જ્યારે રશ્મિકા મંદન્ના તેની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. આ સિવાય બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા છે.  

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. ફિલ્મ જોવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 'એનિમલ'ને તેની રિલીઝના પહેલા જ દિવસે દેશ અને સમગ્ર વિશ્વમાં બમ્પર ઓપનિંગ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget